ખબર ફિલ્મી દુનિયા

સુશાંત સિંહની આત્મહત્યા ઉપર પોલીસે એવો નિર્ણય લીધો કે બોલીવુડના કાંડ આવશે બહાર, જાણો વિગત

બોલીવુડનો એક ઉભરતો સિતારો જેને થોડી ફિલ્મો દ્વારા પણ ચાહકોના દિલ જીત્યા હતા, અને ઘણા ચાહકો માટે જે આદર્શ હતો એ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુશાંતના આવસાન બાદ બોલીવુડના માથે મોટા પ્રશ્નો ઉભા થયા છે, ઘણા અભિનેતાઓએ પણ બૉલીવુડ ઈન્ડસ્ટ્રી ઉપર આકાર પ્રહાર કર્યા છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને સુશાંતના મૃત્યુના ગણા કારણો પણ બહાર આવ્યા છે,, હવે મુંબઈ પોલીસ પણ સુશાંતની આત્મહત્યા ઉપર બોલીવુડમાં પરસ્પર દુશ્મની ઉપર પણ તપાસ કરવા જઈ રહી છે. આ વાત મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવી છે.

Image Source

અભિનેત્રી કંગના રનૌત દ્વારા પણ ગઈ કાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને સુશાંતના મૃત્યુ વિષે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને આડા હાથે લીધી હતી. કંગનાએ તો સુશાંતની આત્મહત્યાને આત્મહત્યા ના કહેતા એક પ્લાન મર્ડર જ બતાવી દીધુ હતું, બોલીવુડમાં ચાલી રહેલી પારિવારિક સાંઠગાંઠના કારણે જ સુશાંત આત્મહત્યા કરવા માટે મજબુર બન્યો હશે એવો દાવો પણ કંગનાએ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@team_kangana_ranaut) on

તો ફિલ્મ નિર્માતા શેખર કપૂરે પણ ટ્વીટરમાં એક ટ્વીટ કરીને સુશાંતે કેવા લોકોના કારણે આત્મહત્યા કરી હતી તેના વિશેનો પણ ખુલાસો કર્યો હતો. બીજા પણ ઘણા બૉલીવુડ અભિનેતાઓ દ્વારા સુશાંતની આત્મહત્યા માટે અલગ અલગ કારણો જણાવ્યા હતા, અને હવે આ બાબતે મહારાષ્ટ્ર સરકાર પણ જાગૃત થઇ છે અને તે બોલીવુડમાં પરસ્પર દુશ્મની ઉપર પણ તપાસ કરવા જઈ રહી છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક ટ્વીટ કરીને આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે: “અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કહે છે કે સુશાંતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ છે કે કેટલાક સેલેબ્રીટીનાં કારણે તેને આત્મહત્યા કરી છે તો મુંબઈ પોલીસ આ નજરિયા દ્વારા પણ તપાસ કરશે.”

Author: GujjuRocks Team