ખબર

ગોવામાં કોરોના વાયરસે કરી ફરીવાર એન્ટ્રી, એકસાથે અધધધ લોકો પોઝિટિવ નોંધાયા…જાણો વિગત

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયેલો છે ત્યારે ભારત પણ આ વાયરસના કારણે ઘણું જ પ્રભાવિત બન્યું છે, થોડા સમય પહેલા જ ગુજરાતના કેટલાક રાજ્યો કોરોના મુક્ત બન્યા હતા અને તેમાંથી એક હતું ગોઆ. પરંતુ હવે કોરોનાએ ગોવામાં પાછી એન્ટ્રી કરતા ગોઆમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં બંધારાઓ થઇ ગયો છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર ગોવાની અંદર 7 કોરોના પોઝિટિવ લોકો સ્વસ્થ થયા બાદ ગોઆ કોરોના મુક્ત રાજ્ય બન્યું હતું પરંતુ આજરોજ ગોઆમાં નવા 13 કેસ સામે આવ્યા હતા. જેને મળીને કુલ કોરોના સંક્રમિતઓની સંખ્યા 26 થઇ ગઈ છે. ચાર દિવસ પહેલા જ કોરોનાએ ગોવામાં એન્ટ્રી કરી હતી. મુંબઈથી આવેલા એક જ પરિવારના પાંચ સભ્યો સહીત ડ્રાઈવરને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

Image Source

ત્યારબાદ આજરોજ મુંબઈથી આવેલી ટ્રેન દ્વારા પણ સંક્રમિત લોકોના આંકડામાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. મુંબઈ ગોઆ ટ્રેનમાંથી લેવામાં આવેલા 100 નમૂના માંથી 4 લોકો સંક્રમિત મળી આવ્યા હતા. જેના કારણે આજના દિવસે જ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 13 સુધી પહોંચી ગઈ છે. તમામને હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.