ગુજરાતથી લંડન પરત જતાં NRIને નડ્યો અકસ્માત, લકઝરી બસ અને કાર વચ્ચે ટક્કર થતા ડ્રાઇવર સહિત ચાર લોકોનાં મોત, કારના ચીથડે ચીથડાં ઉડ્યા- જુઓ ભયાનક નઝારો
ગુજરાતમાંથી ઘણીવાર ગોઝારા અકસ્માતની ખબરો સામે આવે છે, જેમાં કેટલાક લોકો મોતને ભેટતા હોય છે, તો કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે. હાલમાં જ મુંબઇ-અમદાવાદ હાઇવે પર ભીષણ રોડ અકસ્માતની ખબર સામે આવી છે. જેમાં ચાર લોકોના મોત થયા છે.
ગત રાત્રે સુરત-મુંબઇ નેશનલ હાઇવે પર આવેલ ચારોટી જંકશન પાસે કાસા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બારડોલીથી લંડન જવા નીકળેલા મૂળ બારડોલીના બે NRIને એરપોર્ટ પર મુકવા જઇ રહેલી સ્કોડા કારની ટક્કર લક્ઝરી બસ સાથે થઇ હતી અને આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા. આ ઘટનાથી બારડોલીમાં ગમગીની છવાઈ ગઇ હતી.
પોલીસ અનુસાર, કાર ગુજરાતથી મુંબઈ જઈ રહી હતી અને આ દરમિયાન કાર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યા બાદ કાર બસ સાથે ટકરાઈ હતી. આ ઘટના ગત રાત્રે 4 વાગ્યા આસપાસ થઈ હતી. આ અકસ્માતમાં લક્ઝરી બસ ડ્રાઈવર અને અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માત થયા બાદ સ્થાનિક લોકો દ્વારા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
જે બાદ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી. ઘાયલોને કાસાના ઉપજિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને મૃતદેહોને પીએમ માટે મોકલી દેવાયા છે. આ ઘટનામાં જે લોકો મોતને ભેટ્યા છે, તેમનું નામ ઈસ્માઈલ દેસાઈ, ઈબ્રાહીમ દાઉદ, આશિયા કલેક્ટર, મોહમ્મદ હાફેસજી (ડ્રાઈવર) છે.
ઉલ્લેખનીય છે કે, NRI ઇબ્રાહિમ દાઉદ અને આશિયા કલેકટર લંડન જવાના હોવાથી તેમના સંબંધી ઇસ્માઇલ દેસાઈ સ્કોડા કાર ચાલક મહંમદ સલામ હાફેજી સાથે બાય રોડ મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા, ત્યારે આશરે 4 વાગ્યા આસપાસના સ્કોડા કાર અન્ય વાહન સાથે અથડાતા કારમાં સવાર ચારેયના ઘટના સ્થળે જ મોત થયા હતા.
मुंबई-अहमदाबाद हाईवे पर भीषण सड़क हादसा हुआ है। हाईवे पर पालघर जिला के दहानू इलाके में एक कार और लक्जरी बस के बीच टक्कर हो गई, हादसे में 4 लोगों की मौके पर ही मौत हुई है: पालघर पुलिस pic.twitter.com/380wJBI7Hg
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023