દીકરા અનંત અને વહુ રાઘિક પર પ્રેમ લૂંટાવતા જોવા મળ્યા મુકેશ-નીતા અંબાણી- જુઓ ફેમીલી ફોટોઝ
હાલમાં અંબાણી પરિવાર અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીના સેલિબ્રેશનમાં વ્યસ્ત છે. 1 માર્ચે એટલે કે પ્રી વેડિંગ ફંક્શન્સના પહેલા દિવસે કોકટેલ નાઇટ સાથે સેલિબ્રેશનની શરૂઆત થઈ હતી. જ્યાં બોલિવુડ-હોલિવુડ સ્ટાર્સથી લઈને દેશ-વિદેશની જાણિતી હસ્તિઓ સેલિબ્રેશનમાં મગ્ન જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં ચાલવાનું છે.
આવી સ્થિતિમાં આજે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમનીનો બીજો દિવસ છે. ત્યારે તાજેતરમાં અંબાણી પરિવારની નવી તસવીરો સામે આવી છે, જે પ્રી-વેડિંગ સેરેમનીના બીજા દિવસની છે. આ તસવીરોમાં મુકેશ અને નીતા અંબાણી તેમના દીકરા અને ભાવિ વહુ રાધિકા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. પ્રી-વેડિંગ ફંક્શનના બીજા દિવસે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ પુત્ર અનંત અને ભાવિ પુત્રવધૂ રાધિકા સાથે ફોટોશૂટ કરાવ્યુ હતુ.
આ બધા જ પેસ્ટલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી એકસાથે પોઝ આપતા જોવા મળે છે, તસવીરમાં બંનેની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. જ્યારે અન્ય એક તસવીરમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત સાથે પોઝ આપતા જોવા મળે છે.
આ પછી એક તસવીરમાં મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત પર પ્રેમ વરસાવતા અને ગાલ પર કિસ કરતા જોવા મળે છે. જ્યારે બીજી એક તસવીરમાં મુકેશ અંબાણી તેમની ભાવિ વહુ રાધિકા સાથે પોઝ આપતા જોવા મળે છે. અંબાણી પરિવારની આ તસવીરો અત્યારે બધે જ છવાયેલી છે. આ તસવીરો પર બધા પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.
જણાવી દઈએ કે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 1થી 3 માર્ચ સુધી ચાલશે. ગુજરાતના જામનગરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે સમગ્ર જામનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આ સમારોહમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના ઘણા દિગ્ગજ કલાકારોએ ભાગ લીધો હતો. આ સાથે દુનિયાભરમાંથી મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ અહીં પહોંચ્યા છે.
પ્રી-વેડિંગના પહેલા દિવસે કોકટેલ પાર્ટી થઈ હતી જેમાં અમેરિકાથી આવેલી પોપ સિંગર રિહાનાએ પરફોર્મ કર્યુ હતુ, તેણે તેની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા અને ધૂમ મચાવી દીધી હતી. રિહાના અને અંબાણી પરિવારે એકસાથે સ્ટેજ પણ શેર કર્યો હતો. ત્યારે આજે મહેમાનોને જંગલ સફારી પર લઈ જવામાં આવ્યા અને આ માટે જંગલ આધારીત ડ્રેસ થીમ રાખવામાં આવી છે. આ પછી સાંજે ‘મેલા રૂજ’ છે.
View this post on Instagram