ધોનીની આ તસવીર ઉપર મચી ગયો મોટો હોબાળો, લોકો કરવા લાગ્યા ટ્રોલ, જાણો શું હતું એવું તે આ તસ્વીરની અંદર ?

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આજે ભલે તે ભારતીય ટીમમાંથી નિવૃત્ત થઇ ગયા હોય, પરંતુ તેમનો ચાહક વર્ગ આજે પણ તેમને ખુબ જ પસંદ કરે છે અને સોશિયલ મીડિયામાં પણ ધોની દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરે છે.

હાલમાં જ મહેન્દ્ર સિંહ ધોનીની એક તસવીર ઉપર હોબાળો મચી ગયો છે. આ તસ્વીરને આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરવામાં આવી છે. પરંતુ આ તસ્વીર ઉપર આખરે શા કારણે હોબાળો મચી ગયો ? તો ચાલો તમને જણાવીએ આ સમગ્ર મામલો.

આ તસ્વીરની અંદર ધોની લાકડાના પાટિયા પાસે ઉભેલા દેખાય છે. જેના ઉપર લખવામાં આવ્યું છે ” Plant Tree Save Forests”. આ તસ્વીરની સાથે કેપશનમાં પણ લખવામાં આવ્યું છે કે “વિચારોનું બીજ વાવી રહ્યા છે થાલા”. તમને એ પણ જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીને થાલા તરીકે પણ સંબોધવામાં આવે છે.

તો હવે સોશિયલ મીડિયા ઉપર ધોનીની આ તસ્વીર જોઈને લોકો હેરાન છે. લોકો વિચારી રહ્યા છે કે એક તરફ આ તસ્વીરની અંદર લખવામાં આવ્યું છે કે વૃક્ષો વાવો, જંગલ બચાવો. તો આ મેસેજ લાકડાના ટુકડા ઉપર લખ્યો છે અને ધોની જે જગ્યા ઉપર ઉભો છે તે પણ લાકડામાંથી જ બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ તસવીર હિમાચલના મીના બાગની છે.

સોશિયલ મીડિયા ઉપર ધોનીની આ તસવીર હવે ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીર ઉપર અત્યાર સુધી 7.5 લાખ કરતા પણ વધારે લાઈક આવી ચુકી છે. લોકો મહેન્દ્ર સિંહ ધોનીને ખુબ જ ટ્રોલ કરી રહ્યા છે. સાથે જ લોકો આ તસ્વીર ઉપર પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે અને મજેદાર જોક્સ અને મીમ પણ બનાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ધોની તેના પરિવાર સાથે હાલ હિમાચલ પ્રદેશમાં રજાઓ મનાવી રહ્યો છે. આ વેકેશન દરમિયાનની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ધોનીનો નવો લુક પણ ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે. પરંતુ આ એક તસ્વીરના કારણે ધોનીને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

Niraj Patel