હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીએ દુબઈમાં મચાવી જબરદસ્ત ધૂમ, પાર્ટીની અંદર બાદશાહના ગીતો પર મન મૂકીને ઝૂમ્યા, જુઓ વીડિયો

મહેન્દ્ર સિંહ ધોનીનો આવો અંદાજ આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, હાર્દિક પંડ્યા સાથે ડાન્સ ફ્લોર પર લગાવી દીધી આગ, જુઓ વીડિયો

બોલીવુડના કલાકારોની જેમ ક્રિકેટરોની લાઈફ પણ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે, તેમના પણ દુનિયાભરમાં ફોલોઅર્સ ફેલાયેલા છે અને તેમાં પણ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો તો તમને ખૂણે ખૂણે મળી જશે. એવામાં મહેન્દ્ર સિંહ ધોનીના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે.

ત્યારે હાલમાં જ મહેન્દ્ર સિંહ ધોની દુબઇમાં છે અને દુબઇમાં તે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સાથે બાદશાહના ગીતો પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. માહીનો આ નવો અવતાર જોઈને ચાહકો પણ દંગ રહી ગયા છે.

ભારતીય ક્રિકેટરોના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યાએ તેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો અને લખ્યું “અમારા જામ અને અમારી ચાલ, શું રાત છે.” આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઉર્ફે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની સાથે શાહિદ કપૂરના ગીત “ગંદી બાત” પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં હાર્દિકની ચાલ અદભૂત લાગી રહી છે. તેમજ ધોનીને આ સ્ટાઈલમાં જોવો એ ફેન્સ માટે એક અલગ જ અનુભવ છે. આ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાના લુક્સની વાત કરીએ તો, હાર્દિક બ્લેક સાટિન કોટ સૂટ પહેરેલો જોવા મળે છે. તો બીજી તરફ ધોની સફેદ શર્ટ બ્લેક પેન્ટમાં ખૂબ જ ફોર્મલ લુકમાં છે, પરંતુ તે ખૂબ જ મસ્તી કરતો જોવા મળે છે.

આ વીડિયોની આગળ બંને “દિલ્હી વાલી ગર્લફ્રેન્ડ છોડ છાડ કે” પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયોના આગળના ભાગમાં તેની સાથે ઈશાન કિશન પણ જોવા મળી રહ્યો છે. આ પછી હાર્દિક પંડ્યાએ બાદશાહ સાથે જોડી બનાવી અને “લડકી પાગલ હૈ પાગલ હૈ”માં ઘણો ડાન્સ કર્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ધોની અને તેની ગેંગનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને મિનિટોમાં જ તેને હજારો લોકોએ લાઈક કરી લીધો છે. આના પર યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘કંઈ બાકી નથી, હવે મેં માહી ભાઈને ડાન્સ કરતા જોયા છે. માહી ભાઈ સૌથી ક્યૂટ છે. આ ઉપરાંત એક યુઝરે લખ્યું, “લવ યુ હાર્દિક ભાઈ અને માહી ભાઈ. તમે મહાન છો.”

Niraj Patel