મધર્સ ડેના દિવસે કરીના કપૂરે જેહ અને તૈમુર સાથે તસવીર કરી શેર તો સારા અલી ખાને પણ માતા અમૃતા સાથેની પુલમાં મસ્તી કરતી તસવીર કરી શેર

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને મધર્સ ડેના દિવસે સોશિયલ મીડિયા પર એક ખુબ જ ખાસ પોસ્ટ શેર કરી હતી. બેબોએ બંને છોકરાઓની સાથે ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર તસવીર પોસ્ટ કરી હતી જે મિનિટોમાં જોરદાર વાયરલ થઇ ગઈ હતી. સામે આવેલી તસવીરોમાં કરીના કપૂર તેના બે બાળકો સાથે પાણીમાં મસ્તી કરતી દેખાઈ રહી છે.

કરીના કપૂર દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરમાં જોઈ શકાય છે કે બેબો તેના બાળકો સાથે ગળે મળીને ખુબ જ શાનદાર અંદાજમાં નજર આવી રહી છે. તેની સાથે જ કરીના કપૂરે તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, મારી જિંદગીની લંબાઈ અને પહોળાઈ. હેપ્પી મધર્સ ડે. તેની સાથે કરીના કપૂરે કેપ્શનમાં દિલ વાળા ઈમોજી પણ બનાવ્યા હતા.

કરીના કપૂરે જેવી આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા જ થોડી મિનિટોમાં લાખો લાઇક્સ અને કોમેન્ટનો વરસાદ થઇ ગયો હતો. અભિનેત્રીનો આ સુપરકૂલ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો. તમામ ચાહકોની સાથે ઘણા બધા સેલેબ્સ પણ તેની આ પોસ્ટ પર લાઇક્સ અને કોમેન્ટ કરી છે.

તેવામાં બીજી તરફ અભિનેત્રી સારા અલી ખાને પણ મધર્સ ડેના દિવસે માતા અમૃતા સિંહ સાથે ઘણી બધી યાદો શેર કરી હતી. સારા-અમૃતાની આ બધી તસવીરોમાં ચાહકોને સૌથી વધુ પસંદ અમૃતાનો પુલ લુક પસંદ આવ્યો હતો. તસવીરમાં અમૃતા બંને બાળકો સાથે પુલમાં મસ્તી કરતી નજર આવી રહી છે તેવામાં નેટીજન્સ કરીના અને અમૃતાની તસવીરો જોયા બાદ કહી રહ્યા છે કે બંને પટૌડી બેગમ એક સમાન જ લાગી રહી છે.

તેની સાથે જ સારાએ તેની અને અમૃતાની કેટલીક તસવીરો શેર કરતા કેપ્શન પણ આપ્યું હતું. સારા અલી ખાને લખ્યું હતું કે,’હેપ્પી મધર્સ ડે મમ્મી. જ્યારથી તમારા પેટમાં હતી ત્યારથી તમને ખુબ પ્રેમ કરતી હતી. મને એ વાતની ખુશી છે કે તમે મારા દરેક સેટ પર પહોંચો છો. ખાલી તમને જ ગર્વ મહેસુસ કરાવવા માટે હું ચમકવાની કોશિશ કરું છું.

Patel Meet