ગંગુબાઈના “ઢોલીડા” ગીત ઉપર મા-દીકરાની જોડીએ એવો ડાન્સ કર્યો કે જોઈને આલિયા ભટ્ટ પણ હેરાન રહી જશે, જુઓ વીડિયો

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે, આ ફિલની અંદર અભિનેત્રી આલિયા ભટ્ટનો શાનદાર રોલ જોવા મળી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકો ગંગુબાઈ ફિલ્મના ડાયલોગ કોપી કરી રહ્યા છે, તો ઘણા લોકો આ ફિલ્મના સુપરહિટ સોન્ગ “ઢોલીડા” ઉપર ડાન્સ વીડિયો પણ બનાવી રહ્યા છે.

ત્યારે હાલમાં જ ગંગુબાઈના “ઢોલીડા” ગીત ઉપર એક મા-દીકરાનો ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ મા-દીકરો એટલો જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે કે જોનારની આંખો પણ ત્યાં જ અટકી જાય. એટલું જ નહિ, જો આ વીડિયોને ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટ પણ જોઈ લે તો તે પણ હેરાન રહી જાય.

વાયરલ વીડિયોમાં માતા-પુત્રની જોડી ‘ઢોલીડા’ ગીત પર સ્ટેપ ટુ સ્ટેપ ડાન્સ કરતી જોઈ શકાય છે. આ વીડિયો એકદમ જીવંત છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ માતા-પુત્રની જોડીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો માતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ lohi_ravi પર શેર કર્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં 17 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Lohitha Ravikiran (@lohi_ravi)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે જીન્સ અને કુર્તા પહેરેલો દીકરો તેની સફેદ સાડી પહેરેલી માતા સાથે જબરદસ્ત ડાન્સ કરી રહ્યો છે. માતા સાડીમાં જે પ્રકારનો ડાન્સ કરી રહી છે તે જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. આ બંને માતા-પુત્રની જોડીએ ભૂતકાળમાં પણ ઘણા ગીતો પર ડાન્સ કર્યો છે. માતાની ફિટનેસ જોઈને તમને પણ નહીં લાગે કે એક સાથે ડાન્સ કરી રહેલો યુવક તેનો પુત્ર છે.

આ ઉપરાંત થોડા સમય પહેલા એવી જ એક નાની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હતો, જેમાં તે આલિયા આ ભટ્ટની ફિલ્મ “ગંગુબાઈ કાઠિયાવાડી”ના સીન ઉપર અભિનય કરતી જોવા મળી રહી છે. આ બાળકી એટલો સુંદર અભિનય કરે છે કે તેને જોઈને લોકો પણ કહેવા લાગ્યા છે કે આ આલિયા ભટ્ટનું મીની વર્જન છે.

રિલીઝ પહેલા જ ગંગુબાઈ કાઠિયાવાડીએ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવી દીધો હતો. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં અત્યાર સુધીના સૌથી મજબૂત પાત્રોમાંથી એક ભજવતી જોવા મળશે. ફિલ્મના ડાયલોગ્સ ફેન્સ અને ફોલોઅર્સ વચ્ચે હિટ બન્યા છે. ત્યારે હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં નાની છોકરીએ ફિલ્મના ડાયલોગ્સને લિપ-સિંક કરવાનો પ્રયાસ કર્યો છે અને તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તમને ચોક્કસ ગમશે. શિવાની જે ખન્નાએ શેર કરેલી ક્લિપમાં કિયારા ખન્ના નામની એક નાની છોકરી ફિલ્મના આલિયા ભટ્ટના સંવાદો સાથે લિપ-સિંક કરતી બતાવે છે. તેણીએ ફિલ્મમાં આલિયાના પાત્રની જેમ સફેદ સાડી પહેરી છે અને બિંદી ચોંટાડી છે જે અભિનેત્રી ઘણા દ્રશ્યોમાં પહેરેલી જોવા મળે છે.

ગંગુબાઈ કાઠિયાવાડી તરીકે નાની બાળકીનો અભિનય લોકોને ખૂબ જ પસંદ છે. એક યુઝરે લખ્યું, “નાની આલિયા ભટ્ટ.” ગંગુબાઈ કાઠિયાવાડી એ હુસૈન ઝૈદીના પુસ્તક “મુંબઈની માફિયા ક્વીન્સ” પર આધારિત બાયોગ્રાફિકલ ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.

Niraj Patel