મા-દીકરીએ કરાવ્યો બ્યુટી પાર્લરમાં 50 હજારનો મેકઅપ, પછી કર્યો મોટો કાંડ…માલિક આખો ફાડી ફાડીને જોતા રહી ગયા

50,000 રૂપિયાનો મેકઅપ કરાવી મા-દીકરી બ્યુટી પાર્લરમાં કર્યો મોટો કાંડ

મેક-અપ કરાવ્યા બાદ બે મહિલાઓ પૈસા આપ્યા વગર બ્યુટીપાર્લરમાંથી ભાગી ગઈ હતી. તેના આ કૃત્ય પર બ્યુટી પાર્લરના માલિકે પોલીસમાં ફરિયાદ કરી છે. આ સાથે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તે મહિલાઓને શોધવાની અપીલ પણ કરી છે. પાર્લરની માલકિનનું નામ જેડ એડમ્સ છે. એડમ્સે જણાવ્યું કે બે દિવસ પહેલા તેની દુકાન પર બે મહિલાઓ આવી હતી. તેઓએ પોતાનો પરિચય મા-દીકરી તરીકે આપ્યો. બંનેએ મેકઅપની સાથે બોટોક્સ ટ્રીટમેન્ટ અને અન્ય મોંઘી ટ્રીટમેન્ટ કરાવી.

પરંતુ જ્યારે 48,942 રૂપિયાનું બિલ ભરવાનો સમય આવ્યો ત્યારે તે ક્લિનિકથી રફુચક્કર થઇ ગયા. બ્રિટનના રહેવાસી જેડ એડમ્સે ફેસબુક પર એક મહિલાનો ફોટો શેર કરતા લખ્યું- કૃપા કરીને ચોરની તસવીર શેર કરો. કમનસીબે આ મહિલા અને તેની પુત્રી ગઈકાલે મારા ક્લિનિકમાં બ્યુટી ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. પરંતુ તે પૈસા ચૂકવ્યા વગર ભાગી ગયા હતા. એડમ્સે કહ્યું કે તેઓ જે રીતે બોલ્યા તે રીતે તેઓ બંને આયરિશ લાગતા હતા. આ બનાવ અંગે એડમસે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

તેણે જણાવ્યું કે બંને મહિલાઓએ ક્લિનિકમાં ટ્રીટમેન્ટ (બોટોક્સ અને લિપ ફિલર) માટે બુકિંગ કરાવ્યું, પછી મેકઅપ વગેરે કરાવ્યો અને જ્યારે પૈસા ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તેઓ કોઇ બહાને બહાર નીકળી ગયા અને પાછા ન આવ્યા. એડમ્સના કહેવા પ્રમાણે તેનું બિલ 48 હજાર રૂપિયાથી વધુનું હતું. એડમ્સ કહે છે કે પહેલા એક મહિલાએ સારવાર કરાવી અને વેઇટિંગ એરિયામાં બેસી ગઈ. જ્યારે બીજી મહિલાએ પણ તેની સારવાર કરાવી ત્યારે તે પેમેન્ટ માટે પ્રથમ મહિલાને ફોન કરવા વેઇટિંગ એરિયામાં આવી હતી.

પરંતુ થોડી જ વારમાં બંને ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. તેણે તેની પાછળ એક બેગ છોડી દીધી હતી, જેથી લોકો વિચારે કે તે પરત આવવાની છે. પરંતુ તે માત્ર એક છેતરપિંડી હતી. ‘મેટ્રો યુકે’ના રિપોર્ટ અનુસાર એડમ્સે કહ્યું કે તે 18 મહિનાથી ક્લિનિક ચલાવી રહી છે પરંતુ તેણે ક્યારેય આવા ગ્રાહક જોયા નથી. એડમ્સે છેતરપિંડી કરનાર મહિલાઓને પકડવા માટે પોલીસની મદદ માંગી છે. હાલ તો પોલિસ પણ તે મહિલાઓને શોધી રહી છે.

Shah Jina