રીલ બનાવવાનો જુસ્સો બન્યો જીવલેણ: માસૂમ બાળકીને દરિયો તાણી ગયો, માતાની બેદરકારી પર લોકો ગુસ્સે, રૂંવાટા ઊભા કરી દે તેવો વીડિયો વાયરલ

આજકાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળતા હોય છે. લોકો ફેમસ થવા નવા નવા ગતકડાં કરીને વીડિયો બનાવતા હોય છે. ધણીવાર આપણે જોતાં હોઈએ છે પોતાના જીવને પણ જોખમમાં લોકો મૂકતાં હોય છે. અને રિલ બનાવવાના ચક્કરમાં રિયલ લાઈફને ગુમાવી બેસતા હોય છે, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, એક માતાનો દરિયા કિનારે રીલ બનાવવાનો શોખ તેને મોંઘો પડ્યો. જેમાં માતાની લાપરવાહી દીકરીને મોતને ઘાટ ઉતારી દે છે. લોકો માતાની બેદરકારી પર ગુસ્સે થઈ થયા છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી ખૂબ જ ખુશ છે અને તે દરિયાના મોજાનો આનંદ માણી રહી છે, જોકે મોજા તેની તરફ ખૂબ જ ઝડપથી આવી રહ્યા છે. આ દરમિયાન છોકરીની માતા તેનો વીડિયો બનાવી રહી છે, ભય જોયા છતાં આ બધું સતત ચાલી રહ્યું છે. આ દરમિયાન, અચાનક એક જોરદાર મોજું આવે છે અને છોકરીને ખેંચી જાય છે. આ પછી, ત્યાં હાજર બધા લોકો બૂમો પાડવા લાગે છે. આ ઘટના થોડીક સેકન્ડમાં બની.

હાલ આ વીડિયો ક્યાનો છે તે સ્પષ્ટ નથી. જોકે, કેટલાક લોકો તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર લોકોને ચોંકાવી દીધા છે. યુઝર્સ માતાની બેદરકારી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોએ છોકરીની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક લોકો કહે છે કે આ એક જૂનો વીડિયો છે, જે સોશિયલ મીડિયા પર ફરીથી શેર થઈ રહ્યો છે. પરંતુ વીડિયોમાં લોકોને બીચ પર સાવચેત રહેવા અને રીલ બનાવવાના જુસ્સામાં પોતાનો જીવ જોખમમાં ન મૂકવાની ચેતવણી આપવામાં આવી છે.

Raina
error: Unable To Copy Protected Content!