ઉત્તરાખંડમાં સર્જાયો ગંભીર અકસ્માત: ચારધામ યાત્રા ઉપર ગયેલ ગુજરાતી યાત્રીઓની બસ પલટી, કેદારનાથ જતાં બની દુર્ઘટના, 18 ઘાયલ, 3ની હાલત નાજુક

ઉત્તરાખંડના ટિહરી-ઘંસાલી રોડ પર ચાર ધામ યાત્રા ઉપર નીકળેલા ગુજરાતના 33-35 મુસાફરો ભરેલી બસ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ટિપરી નજીક થયો હતો જ્યાં અચાનક બસ રસ્તા પર પલટી ગઇ હતી. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જય રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બસમાં 30થી વધુ લોકો હતા. દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને એસડીઆરએફ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.આ અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યા છે. જેમાં એક યાત્રી રાજકોટથી, બે અમદાવાદથી અને એક મૂળ રૂપે ઉદયપુરના હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી છે. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું. બસ વળાંક લઈ રહી હતી અને આ સમયે બ્રેક ન લાગતા બનાવ બન્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. 1.5 કિલોમીટર આગળ પહોંચતા જ બસ અનિયંત્રિત થઈને રસ્તા પર પલટી ગઈ હતી. જેને વધુ ઈજા પહોંચી છે તેવા યાત્રીમાં કંકૂબેન નાયક (અમદાવાદ), સતીશ પંડયા (અમદાવાદ), ચંદ્રિકાબેન (રાજકોટ) હોવાનું અહેવાલોથી જાણવા મળ્યું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ઘટનાને લઈને ટ્વીટ કર્યું છે.

Previous Article

રીલ બનાવવાનો જુસ્સો બન્યો જીવલેણ: માસૂમ બાળકીને દરિયો તાણી ગયો, માતાની બેદરકારી પર લોકો ગુસ્સે, રૂંવાટા ઊભા કરી દે તેવો વીડિયો વાયરલ

Next Article

અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનો છેલ્લો ફોટો? જુઓ નીચે

error: Unable To Copy Protected Content!