અમદાવાદ પ્લેન ક્રેશમાં 27 વર્ષિય ફેમસ ટ્રાવેલ ઇન્ફ્લુએસરનું પણ મોત, એર ઇન્ડિયા ક્રૂનો હતી ભાગ..બાળપણના સપનાને પૂરુ કરી બની હતી એર હોસ્ટેસ

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ દેશભરના લોકો સ્તબ્ધ છે. 12 જૂન બપોરે અમદાવાદમાં 242 મુસાફરોને લઈ જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા બાદ તરત જ પ્લેન ક્રેશ થયું અને ધડાકાભેર નજીકની બિલ્ડીંગને અથડાયું હતું અને આગમાં ભડભડ સળગવા લાગ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને હાલમાં આ તમામ લોકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને DNA તપાસ બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે.

આ પ્લેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં કેબિન ક્રૂ સભ્ય અને ઈન્સ્ટાગ્રામ ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર રોશની રાજેન્દ્ર સોનઘારેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ધારાસભ્ય અને ભાજપના નેતા રવિન્દ્ર ચવ્હાણે રોશની સોનઘારેના મૃત્યુની પુષ્ટિ કરી હતી. એક્સ પર જણાવ્યું હતું કે, “અમદાવાદમાં થયેલા વિનાશક વિમાન દુર્ઘટનામાં ડોમ્બિવલીની રોશની સોનઘારેના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. એક સમર્પિત ફ્લાઇટ ક્રૂ સભ્ય તરીકે તેમનું અકાળ અવસાન એક હૃદયદ્રાવક દુર્ઘટના છે. તેમના આત્માને શાંતિ મળે.”

જણાવી દઈએ કે સોનઘારે જેમના ઈન્સ્ટાગ્રામ પર 54 હજારથી વધુ ફોલોઅર્સ હતા, તે એક ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર હતી. મહારાષ્ટ્રના ડોમ્બિવલીની રહેવાસી 26 વર્ષીય રોશની રાજેન્દ્ર સોનઘારે બાળપણથી જ એર હોસ્ટેસ બનવા માંગતી હતી અને તેના માટે ખૂબ જ મહેનત કરતી હતી. તેની સફર 10×10 ના રૂમથી શરૂ થઈ હતી અને ગંતવ્ય એર ઈન્ડિયાના કેબિન ક્રૂ બની હતી. તેના પરિવાર ત્રણ લોકોનો છે. તેના પિતા રાજેન્દ્ર ધોંડુ સોનઘારે, 50 વર્ષ તેની માતા શોભા રાજેન્દ્ર સોનઘારે, 45 વર્ષ અને તેનો નાનો ભાઈ વિગ્નેશ રાજેન્દ્ર સોનઘારે, 23 વર્ષનો છે. રોશનીના પિતા ટેકનિશિયન છે, પરંતુ તેમણે તેમની પુત્રીના સપનાઓને પાંખો આપવામાં કોઈ કસર છોડી ન હતી. આખરે બે વર્ષ પહેલા રોશની એરહોસ્ટેસ બની અને સ્પાઇસજેટમાં બે વર્ષ કામ કર્યા પછી તે એર ઇન્ડિયામાં જોડાઈ.

રોશની અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે દિવસ પહેલા જ તેના ગામ ગઈ હતી. તે તેના દાદા-દાદી, કાકા-કાકીને મળી હતી. તે ગામના મંદિરમાં કુલદેવતાના દર્શન પણ કરી હતી. ત્યારબાદ ઘરે આવતાની સાથે જ તેમણે લંડનની ફ્લાઇટ પકડી. આ વર્ષે પરિવાર રોશનીના લગ્ન પણ નક્કી કરવા જઈ રહ્યો હતો. અકસ્માતમાં પોતાની ભત્રીજીને ગુમાવનાર કાકાએ કહ્યું કે તેમણે રોશનીની માતાને હજુ સુધી કંઈ કહ્યું નથી, કારણ કે તેને બીપીની સમસ્યા છે. તેનો નાનો ભાઈ હાલમાં જહાજ પર છે, તે નેવીમાં પોસ્ટેડ છે. આવી સ્થિતિમાં રોશનીનો મૃતદેહ લેવા માટે ફક્ત મોટો ભાઈ અને પિતા અમદાવાદ ગયા છે.

Raina
error: Unable To Copy Protected Content!