અમદાવાદ પ્લેન દુર્ઘટના 250થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં જાણે નસીબ લખાવીને આવી હોય એમ બે વર્ષથી લંડનમાં રહેતી અને એક મહિના માટે ભરુચ આવેલી ભૂમી ચૌહાણ માત્ર 10 મિનિટ લેટ પડીને ફ્લાઇટ ચૂકી જતાં જીવ બચી ગયો. ઘટના બાદ ભૂમિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભગવાનની કૃપા છે કે અનેક રિક્વેટ બાદ પણ મને એન્ટ્રી ન મળી..
અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ધટના કે જે ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરવાની એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, ટેકઓફ કર્યા પછી થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા, પરંતુ ભૂમિ ચૌહાણનું નસીબ તેને સાથ આપતું હતું. માત્ર 10 મિનિટના વિલંબને કારણે તેણી આ ફ્લાઇટ ચૂકી ગઈ અને આ વિલંબ તેના જીવનનું સૌથી મોટું ‘વરદાન’ બની ગયું હતું.
કહેવત છે ને કે જેને રામ રાખે એને કોણ ચાખે’ એવું જ કૈંક ભૂમિ ચૌહાણના કેસમાં બન્યું છે. ભૂમિ ચૌહાણ, જે લંડનમાં રહેતા તેના પતિ પાસે જઈ રહી હતી. ગુરુવારે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવા નીકળી હતી પરંતુ અમદાવાદ શહેરના ભારે ટ્રાફિકે તેનો રસ્તો રોકી દીધો હતો. તે ચેક-ઇન ગેટ પર માત્ર 10 મિનિટ મોડી પહોંચી હતી જેના કારણે તેને બોડિંગની મંજૂરી આપવામાં આવી ન હતી. ભૂમિએ કહ્યું હતું કે, “મેં ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ એરપોર્ટ સ્ટાફે કહ્યું હતું કે વિલંબને કારણે મને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. હું થોડી નિરાશ થઈને પાછી ફરી હતી.”
ભૂમિએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ચૂકી ગયા બાદ તે બપોરે 1:30 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી રવાના થઈ હતી. લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી અને થોડીવાર પછી એરપોર્ટ નજીકના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. તેણીએ કહ્યું કે “લોકોના મૃત્યુ વિશે સાંભળીને હું સંપૂર્ણપણે તૂટી ગઈ છું. મારું શરીર ધ્રૂજી રહ્યું છે. હું બોલી શકતી નથી. જે બન્યું તે સાંભળીને મારું મન સંપૂર્ણપણે સુન્ન થઈ ગયું છે” પરંતુ આ ઘટના ખૂબ જ ભયાનક છે.”મને લાગે છે કે તે ગણપતિ બાપ્પાની કૃપા હતી કે હું તે ફ્લાઇટમાં નહોતી. હું ભગવાનનો આભાર માનું છું.” અંતમાં કહ્યું . મારી એરલાઇન્સને રિકવેસ્ટ છે કે સેફ્ટીના રુલ્સ અને પ્રોટોકોસ ફોલો થાય તો આવી દુર્ઘટના ફરી ન ઘટે અને લોકોના જીવ ન જાય..