બોલીવુડના સેલેબ્સની જેમ ભારતીય ક્રિકેટરોના પણ લાખો ચાહકો છે. તેમની એક ઝલક જોવા માટે પણ ચાહકો ઉતાવળા તથા હોય છે, ત્યારે આજે અમે તમને ભારતીય ટીમના પાંચ એવા ક્રિકેટરોની પત્નીઓ વિશે જણાવીશું જે સુંદરતાના મામલામાં કોઈ અભિનેત્રીઓ કરતા જરા પણ કમ નથી.
1. રિતિકા સજદેહ:
ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ પણ સુંદરતાના મામલામાં ઘણી આગળ છે. રોહિત સાથે લગ્ન કરતા પહેલા સ્પોર્ટ્સ મેનેજરના રૂપમાં કામ કરતી હતી. રોહિતને મળ્યા પહેલા તે યુવરાજ અને હરભજન સિંહની સારી મિત્ર પણ હતી. રોહિત અને રિતિકાએ 2015માં લગ્ન કર્યા હતા.
2. રીવાબા જાડેજા:
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાની પ્રસિદ્ધિ પણ ખુબ જ છે તો સુંદરતાની બાબતમાં પણ રીવાબા કોઈ અભિનેત્રી કરતા કમ નથી. રીવાબા અને રવીન્દ્રની મુલાકાત એક પાર્ટીમાં થઇ હતી અને ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.
3. સાક્ષી સિંહ:
ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહ સુંદરતા અને પ્રસિદ્ધિમાં મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. ધોનીએ સાક્ષી સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે પરંતુ લગ્ન બાદ તે હાઉસ વાઈફ તરીકે જ જીવન વિતાવે છે.
4. દીપિકા પલ્લિકલ:
ક્રિકેટર દિનેશ કાર્તિક સાથે લગ્ન કરતા પહેલા દીપિકા પલ્લિકલ સ્કવેશમાં એક મોટું નામ હતી, બંનેની પહેલી મુલાકાત જિમમાં થઇ હતી. 2013માં કાર્તિકે દીપિકાને પ્રપોઝ કર્યું અને 2015માં તે બંનેએ લગ્ન કરી લીધા.
5. પ્રિયંકા ચૌધરી:
ક્રિકેટર સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચૌધરી પણ સુંદરતાના મામલામાં ખુબ જ આગળ છે. રૈના અને પ્રિયંકાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. તે સોફ્ટવેર એન્જીનીયર છે. પરંતુ હાલમાં તે પોતાના એનજીઓ માટે કામ કરી રહી છે.