રોડ ઉપર બેસીને શાકભાજી વેચવા લાગ્યો કપિરાજ? વીડિયો જોઈને તમે પણ કહેશો, “આ છે ખરા વેપારી !!”

સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાંથી ઘણા વીડિયો પેટ પકડીને હસાવનરા હોય છે તો ઘણા વીડિયોમાં એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન રહી જાય. ખાસ કરીને લોકોને પ્રાણીઓના વીડિયો જોવાનું વધારે પસંદ હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક કપિરાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રસ્તા ઉપર શાકભાજી વેચતા જોવા મળી રહ્યા છે.

આ વાયરલ વીડિયો સામે આવ્યો છે મધ્ય પ્રદેશના સિવનીમાંથી. જ્યાં રસ્તા ઉપર જ એક શાકભાજીની દુકાન ઉપર એક કપિરાજ બેઠો છે. આ જોઈને લાગી રહ્યું છે કે જાણે શાકભાજીની દુકાન કપિરાજ જાતે જ ચલાવી રહ્યા છે. જેને પણ આ નજરો જોયો તે જોઈને હેરાન રહી ગયું. ત્યાં હજાર કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કપિરાજ દુકાન ઉપર આરામથી બેઠા છે અને ત્યાં પડેલા શાકભાજીને ઉઠાવી ઉઠાવીને ખાઈ રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા કપિરાજની સંખ્યા વધારે છે. જેના કારણે મોકો જોઈને કપિરાજ આવી ઉટપટાંગ હરકતો કરતા રહે છે. દુકાનદાર થોડીવાર માટે ઉભો થયો અને મોકો જોઈને કપિરાજ ત્યાં બેસી ગયો.

આ વીડિયો 17 જાન્યુઆરીના રોજ બનાવવામાં આવ્યો હતો, ત્યાં હાજર કોઈએ તેનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો, જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ વાયરલ વીડિયોને જોઈને અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. તો બીજી તરફ સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા કપિરાજથી લોકો ખુબ જ હેરાન થઇ રહ્યા છે અને તેમને આ મામલાની ફરિયાદ વન વિભાગને પણ કરી છે.

Niraj Patel