છોકરીએ કરી કપિરાજની સળી અને ભોગવવું પડ્યું છોકરાને.. આસપાસ ઉભેલા અઢળક લોકો પણ શોભાના ગાંઠિયાની જેમ તમાશો જોતા રહ્યા, જુઓ વીડિયો
Monkey got angry with the young man : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે લોકો પણ તેને જોઈને હેરાન રહી જતા હોય છે. કેટલાક ફની વીડિયો પણ સોશિયલ મીડિયામાં વારંવાર જોવામાં આવતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરીએ કપિરાજને છેડ્યો અને ભોગવવું પડ્યું તેની સાથે રહેલા છોકરાને.. કપિરાજ યુવકની પાછળ પડતો જોવા મળ્યો હતો.
કપિરાજને આવ્યો ગુસ્સો :
કપિરાજ ખૂબ જ તોફાની હોવા છતાં, કેટલીકવારતેઓ ગુસ્સે પણ થઇ જાય છે. હાલમાં જ ઈન્ટરનેટ પર કપિરાજને લગતો આવો જ એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં નદીમાં નહાતા એક છોકરા પર કપિરાજ ગુસ્સે થતો જોવા મળે છે. વીડિયોની શરૂઆતમાં એક છોકરો અને એક છોકરી નદીમાં જોવા મળે છે. આ દરમિયાન યુવતી કપિરાજ પર પાણી ફેંકે છે અને કપિરાજ ગુસ્સે થઇ જાય છે. કપિરાજને ગુસ્સે થયેલો જોઈને યુવતી ત્યાંથી ભાગી જાય છે, પરંતુ કપિરાજ યુવક પાછળ પડે છે.
યુવતીએ કરી હતી છેડતી :
ગુસ્સે થયેલો કપિરાજ છોકરાને જોવા લાગે છે અને તેના બહાર આવવાની રાહ જોવા લાગે છે. છોકરો કપિરાજના ગુસ્સાને અનુભવે છે અને તેને ભગાડવા માટે તેના પર પાણી ફેંકવાનું શરૂ કરે છે. છોકરાની આ હરકતથી કપિરાજ વધુ ચિડાઈ જાય છે અને પાણીમાં ઘુસીને તેના પર પ્રહાર કરવા લાગે છે. બાદમાં વીડિયોમાં તમે જોશો કે છોકરાને દોડતો જોઈને કપિરાજ પણ તેના પગને વળગી જાય છે. આટલું જ નહીં કપિરાજ દોડતા છોકરાનો પીછો કરે છે. તેણે વ્યક્તિનો પીછો કરવાનું ચાલુ રાખ્યું.
View this post on Instagram
લોકો જોતા રહ્યા તમાશો :
આ સમય દરમિયાન, ત્યાં ઘણા બધા લોકો પણ હાજર છે, અને તમામ લોકો ફક્ત આ નજારાને જોઈ રહ્યા છે અને કોઈ તેનો વીડિયો બનાવી રહ્યા છે. પરંતુ કોઈ યુવકને બચાવવાનો પ્રયત્ન નથી કરતા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર comedynation.teb નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી ઘણા લોકો જોઈ અને પસંદ કરી ચૂક્યા છે. યુઝર્સ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.