ધમાકેદાર બેટિંગ કરીને ડેવિડ વૉર્નર જયારે આઉટ થયો ત્યારે ખુશ થઈને “ઓ ભાઈ..મારો મુજે..” વાળા યુવકે કહ્યું એવું કે… વીડિયો થયો વાયરલ

ટી-20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે. ઓસ્ટ્રેલિયાની જીત બાદ સ્ટેડિયમમાં પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ જ્યાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ખુશીથી ઝૂમી રહ્યા હતા, ત્યાં બીજી તરફ ન્યુઝીલેન્ડના ખેલાડીઓ હારથી ભાવુક પણ બની ગયા હતા. પરંતુ આ દરમિયાન એક અન્ય વ્યક્તિનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

2019ના ક્રિકેટ વર્લ્ડ કપમાં જયારે ભારતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો હતો, ત્યારે પાકિસ્તાનના એક વ્યક્તિનો વીડિયો ખુબ જ ચર્ચામાં આવ્યો હતો, વીડિયોની અંદર તે “ઓ ભાઈ… મારો.. મુજે મારો…” કહેતો જોવા મળ્યો હતો, જેના બાદ સોશિયલ મીડિયામાં પણ તેનું ફેન ફોલોઇંગ ખુબ જ વધ્યું હતું, પાકિસ્તાનને સેમી ફાઇનલમાં મળેલી હાર બાદ પણ તેના વીડિયો વાયરલ થયા હતા.

ત્યારે હવે ઓસ્ટ્રેલિયાની જીત બાદ પણ આ વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થનાર આ વ્યક્તિનું નામ છે મોમીન સાકીબ. ઓસ્ટ્રેલિયાની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનાર ડેવિડ વોર્નર જયારે આઉટ થયો ત્યારે મોમીન ખુશીથી ઝૂમતો જોવા મળ્યો હતો, અને આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)


મોમીનના ખુશ થવાનું કારણ એ હતું કે વોર્નર ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડી બાબર આઝમનો રેકોર્ડ તોડી શક્યો નહીં.  બાબર આઝમ ટી-20 વર્લ્ડ કપ 2021માં 300 રનનો આંકડો પાર કરનારો પહેલો ખેલાડી છે. તેને 6 મેચમાં ચાર અર્ધશતક સાથે 303 રન બનાવ્યા છે. જયારે ડેવિડ વોર્નરે 7 મેચમાં 289 રન બનાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)

મોમીન શાકિબે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એક તસવીર શેર કરી છે, જેમાં તેની સાથે સૌરવ ગાંગુલી નજર આવી રહ્યો છે. આ તસવીર પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “દાદા, પ્રિન્સ ઓફ કોલકાત્તા અને કદાચ ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ કપ્તાનોમાંથી એકને મળીને ખુબ જ ખુશી થઇ. મને યાદ છે તમને 2003-2004માં ગદ્દાફી સ્ટેડિયમમાં જોયા હતા. ફરીએકવાર પાકિસ્તાન તમારી મેજબાની કરવા માટે આતુર છે.”

Niraj Patel