ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે ચોંકવનારો ખુલાસો, એક બે નહિ, પરંતુ ત્રણ ત્રણ વખત કર્યો હતો આપઘાતનો પ્રયાસ, આખો પરિવાર…

બોલીવુડના સેલેબ્સની જેમ ક્રિકટરોનું પણ એક મોટું નામ છે, ક્રિકેટરોના અંગત જીવન ઉપર પણ ચાહકો નજર રાખતા હોય છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેના અંગત  જીવન ઉપર ઘણા બધા લોકોની નજર રહેતી હોય છે. તેની મેરેજ લાઈફ પણ દુનિયાથી છુપાયેલી નથી. ત્યારે તેના જીવન વિશેનો એક મોટો ખુલાસો થોડા સમય પહેલા મોહમ્મદ શમીએ જ કર્યો હતો.

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે 2015ના વર્લ્ડ કપ બાદ જ્યારે તે ઈજામાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે ત્રણ વખત આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. શમીએ રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા કહ્યું કે 2015 વર્લ્ડ કપ બાદ ઈજા અને અંગત જીવનમાં મુશ્કેલીઓમાંથી પાછા ફરતી વખતે તેને એકાગ્રતા જાળવી રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

શમીએ કહ્યું કે હું 2015ના વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી મને ટીમમાં પાછા ફરવામાં 18 મહિના લાગ્યા અને તે મારા જીવનનો સૌથી મુશ્કેલ પ્રવાસ હતો. તેણે કહ્યું કે તમે જાણો છો કે પુનર્વસન કેટલું મુશ્કેલ છે અને પછી પારિવારિક સમસ્યાઓ. આ બધું ચાલી રહ્યું હતું અને આ દરમિયાન આઈપીએલના 10-12 દિવસ પહેલા મારો અકસ્માત થયો હતો. મારા અંગત મુદ્દાઓ વિશે પણ મીડિયામાં ઘણું બધું ચાલી રહ્યું હતું.

શમીએ પરત ફરવાનું કારણ પરિવાર તરફથી મળેલા સમર્થનને ગણાવ્યું છે. તેણે કહ્યું કે મને લાગે છે કે જો મને મારા પરિવારનો સાથ ન મળ્યો હોત તો હું ક્રિકેટ છોડી દેત. મેં ત્રણ વાર આપઘાત કરવાનું વિચાર્યું. મારા પર નજર રાખવા માટે મારા પરિવારમાંથી કોઈએ મારી બાજુમાં બેસવું પડ્યું. મારું ઘર 24મા માળે હતું અને તેમને લાગતું હતું કે હું એપાર્ટમેન્ટ ઉપરથી કૂદી ના જાઉં.

તેણે કહ્યું.. પરંતુ મારો પરિવાર મારી સાથે હતો અને આનાથી વધુ શક્તિશાળી કંઈ હોઈ શકે નહીં,  તેઓ મને કહેતા હતા કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને ફક્ત તમારી રમત પર ધ્યાન આપો. તમે જે સારા છો તેમાં ખોવાઈ જાઓ. તેથી મેં બધું ગુમાવ્યું. હું નેટ્સમાં બોલિંગ કરી રહ્યો હતો. હું દોડવાની કસરત કરતો હતો. મને ખબર ન હતી કે હું શું કરી રહ્યો હતો. હું દબાણમાં હતો. તેણે કહ્યું કે પ્રેક્ટિસ દરમિયાન હું ઉદાસ રહેતો હતો અને મારો પરિવાર મને ફોકસ રહેવાનું કહેતો હતો. મારો ભાઈ મારી સાથે હતો. મારી સાથે મારા કેટલાક મિત્રો હતા અને હું તે ક્યારેય ભૂલી શકતો નથી અને જો તેઓ ત્યાં ન હોત, તો મેં કંઈક ભયંકર કર્યું હોત.

Niraj Patel