આ સુપર મોડલ રહી ચૂકી છે Miss India ફાઇનલિસ્ટ, મોડલિંગ છોડી IAS ઓફિસર બનવાનું કર્યુ નક્કી

આજની બેસ્ટ સ્ટોરી : તે સુપર મોડલ જે બની ગઇ IFS ઓફિસર, પહેલા પ્રયાસમાં પાસ કરી UPSC પરિક્ષા

કહેવાય છે કે જો માણસમાં કંઇક કરવાનો જુસ્સો હોય તો તેને સફળ થતા કોઇ રોકી શકતુ નથી. આજ સુધી તમે UPSCમાં સફળતા પ્રાપ્ત કરનાર લોકોની પ્રેરણાદાયક કહાનીઓ સાંભળીઓ હશે. આજે અમે તમને એક એવા કેંડિડેટ વિશે જણાવીશુ જેણે UPSC પરિક્ષા પાસ કર્યા પહેલા મોડલિંગની દુનિયામાં ઘણુ નામ કમાવ્યુ. અહીં સુધી કે તે મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં જઇ તહેલકો પણ મચાવી ચૂકી છે.

કંઇક આવુ જ કરી બતાવ્યુ છે એશ્વર્યા શેરોને. મોડલિંગ ક્ષેત્રમાં સારી ઓળખ બનાવ્યા બાદ UPSCમાં પગ મૂક્યો અને પહેલા જ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ સપનું પૂરુ કર્યુ.

એશ્વર્યાએ ધોરણ 12 સુધી ખૂબ જ મહેનત કરી અને અભ્યાસ કર્યો. આ દરમિયાન તેણે નક્કી કર્યુ કે તે ગ્રેજ્યુએશન બાદ UPSCની તૈયારી કરશે. ગ્રેજ્યુએશન દરમિયાન તેણે કેટલાક બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો જે બાદ તેને મોડલિંગની ઓફર આવવા લાગી.

મોડલિંગે તેને પોતાની તરફ આકર્ષિત કર્યુ અને લગભગ 2 વર્ષ સુધી તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નામ કમાવ્યુ. અહીં સુધી કે તેણે મિસ ઇંડિયામાં પોતાના જલવા બતાવ્યા. મિસ ઇંડિયામાં તે ફાઇનલિસ્ટ તરીકે ફેમસ થઇ ગઇ.

ઇંટરમીડિએટ બાદ તે નક્કી કરી ચૂકી હતી કે તે IAS ઓફિસર બનવા માંગે છે. તેના માટે તેણે ગ્રેજ્યુએશન બાદ મોડલિંગ છોડી અને UPSCની તૈયારીમાં લાગી ગઇ.

તેણે લગભગ 1 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી અને પહેલા જ પ્રયાસમાં UPSCમાં ઓલ ઇન્ડિયા રૈંક 93 હાંસિલ કરી IAS બનવાનું સપનું પૂરુ કરી લીધુ. આજે એશ્વર્યા બધા માટે રોલ મોડલ બની ગઇ છે.

મોડલિંગની દુનિયામાં એશ્વર્યા શેરોન ઘણુ મોટુ નામ છે. તે ફેમિના મિસ ઇંડિયા 2016માં ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. વર્ષ 2015માં મિસ દિલ્લીનો ખિતાબ પોતાને નામ કરી ચૂકી છે. વર્ષ 2014માં દિલ્લી ક્લીન એન્ડ ક્લીયર ફેસ ફ્રેશ પણ રહી ચૂકી છે.

વર્ષ 2016માં મુબઇમાં આયોજિત લેક મી ફેશન વીક જે દેશનો સૌથી મોટો ફેશન શો છે, તેમાં દેશના જાણિતા મોડલ્સ સાથે એક માત્ર ન્યુ મોડલના રીપમાં એશ્વર્યા જોવા મળી હતી.

એશ્વર્યા માને છે કે, જો વ્યક્તિનો ઉદ્દેશ્ય ક્લિયર હોય તે તેને સફળતા જલ્દી મળી જાય છે. UPSCની પરિક્ષા પાસ કરવા માટે કોઇ મીડિયમ વધારે મહત્વનું નથી કારણ કે આયોગની તરફથી બેસ્ટ કેંડિડેટ્સને પસંદ કરવામાં આવે છે.

તેમના અનુસાર UPSCની તૈયારી કરનારને 8-9 કલાક અભ્યાસ કરવો જોઇએ. તેના માટે સિલેબસ વચ્ચે વચ્ચે રીપીટ પણ કરવો જોઇએ. સાથે જ અભ્યાસ માટે એક ટાઇમ ટેબલ પણ બનાવું જોઇએ. આવું કરવાથી બધા વિષયોને બરાબર સમય મળે છે અને તૈયારી પણ સારી થાય છે.

એશ્વર્યા રાજસ્થાનના ચૂરુ જિલ્લાના રાજગઢ ઉપખંડના ગામ ચુબકિયા તાલ ગામની રહેવાસી છે. UPSCની સિવિલ સેવા પરિક્ષામાં વર્ષ 2019માં એશ્વર્યા પહેલા જ પ્રયાસમાં પાસ થઇ ગઇ હતી.

એશ્વર્યાના પિતા ભારતીય સેનામાં કર્નલ છે અને માતા ગૃહિણી છે. એશ્વર્યાનો પરિવાર મુંબઇમાં રહે છે. એશ્વર્યા વર્તમાનમાં IFS ઓફિસર છે.

Shah Jina