...
   

મિથુન ચક્રવર્તીની લાડલી દીકરી દિશાની ચક્રવર્તીની સુંદરતાની સામે ફિક્કા છે બાકીના સ્ટારકિડ્સ, જુઓ તસ્વીરો

વર્ષો પહેલા મિથુન ચક્રવર્તી આ દીકરીને ‘દત્તક’ લીધી હતી..જુઓ આ દીકરીએ તો બોલીવુડના નેપોટિઝ્મ વાળા બાળકોને હંફાવી દીધા

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોના બાળકો ફિલ્મોમાં ડેબ્યુ કરી ચુક્યા છે, જ્યારે અમુક સ્ટાર કિડ્સ ડેબ્યુ કરવાની હરોળમા છે. જો કે ઘણા સ્ટાર કિડ્સ એવા પણ છે કે જેઓ લાઇમલાઈટથી દૂર રહે છે છતાં પણ ખુબ ચર્ચિત રહે છે. તેમાંની જ એક સ્ટાર કિડ છે અભિનેતા મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની ચક્રવર્તી.

Image Source

દિશાની મિથુન અને યોગિતા બાલીની દીકરી છે, ત્રણ ભાઈ બહેનોમાં તે સૌથી નાની છે. જો કે એ વાત ખુબ ઓછા લોકો જાણતા હશે કે દિશાની મિથુનની સગી દીકરી નથી પણ તેને દત્તક લીધેલી છે.

એક સમયે એક માતા-પિતાએ પોતાની નવજાત દીકરીને કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી. જ્યારે મિથુનને આ વાતની ખબર પડી તો તેણે તરત જ આ દીકરીને દત્તક લઇ લીધી અને પિતા તરીકે પોતાનું નામ આપ્યું, અને મિથુને આ દીકરીને દિશાની નામ આપ્યું હતું.

હાલ દિશાની મોટી થઇ ગઈ છે અને સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે. અવાર-નવાર તે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે, મિથુન પણ દીકરી દિશાની સાથે તસ્વીરો શેર કરતા રહે છે. ચાહકોની નજરમાં પણ દિશાની ફેવરિટ સ્ટારકિડ્સની લિસ્ટમાં શામિલ છે.

Image Source

દિશાની સુંદર હોવાની સાથે સાથે એટલી સ્ટાઈલિશ છે કે તેની સામે બોલીવડુની અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે. હાલ દિશાની ન્યુયોર્કમાં ફિલ્મ એકેડેમીથી એક્ટિંગ કોર્સ કરી રહી છે અને તેને અભિનયનો ખુબ જ શોખ છે.

Image Source

દિશાની એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે.જેની જાણકારી દિશાનીએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ દ્વારા આપી હતી અને સ્ક્રિપ્ટની તસ્વીર પણ શેર કરી હતી. ફિલ્મી પરિવારમાં મોટી થયેલી દિશાની સલમાન ખાન, વરુણ ધવન અને દીપિકા પાદુકોણની ખુબ મોટી ચાહક છે.

Image Source

દિશાની પોતાના પિતા મિથુનને જ પોતાના હીરો માને છે અને તે પિતાની જેમ બોલીવુડમાં ખુબ મોટું નામ બનાવવા માંગે છે. ચાહકો પણ દિશાનીના ફિલ્મોમાં આવવાની રાહ જોઈ રહ્યા છે.

Krishna Patel