વાહ પૈસા હોય તો શું ન થાય…!!! કાતિલ અંદાજમાં દેખાઈ મીરાં રાજપૂત, પતિ વિના જ આ લોકો સાથે દુબઈમાં માણી રહી છે લક્ઝુરિયસ વેકેશનનો આનંદ
બોલીવુડની ચકાચોંધથી તો આપણે બધા પરિચિત જ છીએ, સેલેબ્રિટીઓ કામની સાથે સાથે ફરવાનો પણ ભરપૂર આનંદ માણતા હોય છે અને તે જયારે પણ કોઈ પ્રવાસ ઉપર જતા હોય છે, ત્યારે તેમના પ્રવાસની તસવીરો ઉપર ચાહકોની નજર પણ રહેતી હોય છે, સેલેબ્સ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરતા જ વાયરલ પણ થઇ જતી હોય છે.
ત્યારે હાલમાં જ બૉલીવુડના કબીર સિંહ એવા શાહિદ કપૂરની પત્ની દુબઇમાં વેકેશનનો આનંદ માણી રહી છે, પરંતુ આ વેકેશનમાં તેની સાથે તેનો પતિ શાહિદ નહિ પરંતુ તેની બહેનપણીઓ છે. મીરા રાજપુત સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો પણ શેર કરતી રહે છે, દુબઇ પ્રવાસની પણ તેની ઘણી બધી તસવીરો સામે આવી છે.
મીરા રાજપૂત ત્યાં તેના વીકએન્ડનો પૂરો આનંદ માણી રહી છે, તે ત્યાં એકલી નથી પણ તેની સાથે તેની મિત્રો સુહાવિની સિંહ અને સેજલ કુકરેજા પણ છે. મીરા રાજપૂત તેના સોશિયલ મીડિયા પર તેના આનંદની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે. મીરા રાજપૂતે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
જેમાં તે એક રેસ્ટોરન્ટમાં બ્લુ કલરનો ડ્રેસ પહેરીને તેના વાળ વિખરાયેલા જોવા મળે છે. મીરા રાજપૂતે તેની આંખો પર સ્ટાઇલિશ સનગ્લાસ અને તેના કાંડા પર સ્માર્ટવોચ પહેરી છે. તેણે કાનમાં પીળા રંગની બુટ્ટી પહેરી છે. મીરા રાજપૂતની સામેના ટેબલ પર પિઝા અને સોફ્ટ ડ્રિંક્સ જોવા મળે છે. તેની આ પોસ્ટપર તેના ફેન્સની લાઈક્સ અને કોમેન્ટ્સનો ધસારો મળ્યો છે.
મીરા રાજપૂતની સાસુ નીલિમા અઝીમે પણ તેની તસવીરો પર કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, “ઓહ..” આ ઉપરાંત તેમણે ફાયર અને હાર્ટ ઇમોજી પણ મૂક્યા છે.’ મીરા રાજપૂતના એક મિત્રએ કોમેન્ટ કરી છે “તમે પિઝા કરતા વધુ સારા દેખાવ છો.” આ ઉપરાંત મીરા રાજપૂતે તેને જવાબ આપતા તેના લુક વિશે લખ્યું છે “મને ખબર નથી કે આ બધા પિઝા ખાધા પછી તે કેવું હશે.” તેણે પૂલનો એક વીડિયો પણ શેર કર્યો.
View this post on Instagram
આ વીડિયોમાં તે ઓરા સ્કાયપુલમાં મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. તે વિશ્વનો સૌથી ઊંચો 360-ડિગ્રી પૂલ છે. આ વીડિયોમાં તે પ્રિન્ટેડ રેલ અને પિંક ડ્રેસ સાથે મોટી ઈયરિંગ્સમાં જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં, તે ત્રણેય સાથે જોવા મળે છે અને પછી કેમેરાને પેન કરતી વખતે, તે પૂલનું દૃશ્ય બતાવે છે. આ ક્લિપમાં પામ જુમેરાહ અને દુબઈ સ્કાય લાઇન પણ દેખાઈ રહી છે. વીડિયોના અંતમાં મીરા રાજપૂત તેના મિત્રો સાથે જોવા મળે છે.
View this post on Instagram
આ ક્લિપ સાથે તેણે લખ્યું, ‘અમે કોલેજના સમયથી મિત્રો છીએ. 7 વર્ષ પછી અમે ઘણી યાદગાર રાતો સિવાય છોકરીઓની સફર પર છીએ. લેક્ચર હોલ હોય કે દુનિયાની ટોચ પર જાઓ, કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. અન્ય પોસ્ટમાં, મીરા રાજપૂત રેસ્ટોરન્ટની અંદર છે અને બેકગ્રાઉન્ડમાં બુર્જ ખલીફા છે. મીરા રાજપૂત રેસ્ટોરન્ટની અંદર બ્લુ આઉટફિટમાં જોવા મળી રહી છે.