37 વર્ષની ઉંમરે 11 બાળકો પેદા કરી ચૂકેલી આ મહિલા ફરી થઇ પ્રેગ્નેટ, જણાવ્યું અજીબ કારણ
ભારતમાં જનસંખ્યા નિયંત્રણ માટે સરકારથી લઇને સામાન્ય આબાદી સુધી પરેશાન છે. પરંતુ અમેરિકાના મેક્સિકોની રહેવાસી એક મહિલાએ 11 બાળકો પેદા કરી નાખ્યા છે અને એટલું જ નહિ તે એકવાર ફરી પ્રેગેન્ટ છે. માર્ચ 2022 સુધીમાં તેના ઘરમાં ફરી એકવાર કિલકારી ગુંજવાની છે. અમેરિકાના ન્યુ મેક્સિકોમાં રહેનારી એક માતા જે 37 વર્ષની છે અને તે આ ઉંમરે 11 બાળકોનીને જન્મ આપી ચૂકી છે. હવે તે આગળના વર્ષે માર્ચમાં તેના 12માં બાળકને જન્મ આપવાની છે.
મહિલા કોર્ટની અને તેના પતિ ક્રિસ રોજર્સે દર વર્ષે એક બાળક પેદા કરવા પાછળ એક અજીબ કારણ જણાવ્યુ. સાથે જ આટલા મોટા પરિવારની લાઇફસ્ટાઇલ પણ શેર કરી છે. જેને યાત્રા કરવા માટે ટ્રેલરની જરૂર પડે છે. કોર્ટની હાઉસવાઇફ છે અને તેના પતિ ક્રિસ ચર્ચમાં પાદરી છે. ક્રિસ 33 વર્ષિય છે. તેમના નામની જેમ તેમના બધા બાળકોના નામ સી અક્ષરથી જ શરૂ થાય છે. જેમાં 2 જુડવા બાળકો છે.
આવનારા બાળકનું નામ પણ તે સી અક્ષરથી જ રાખવાના છે. કોર્ટની કહે છે કે અમારા 11 બાળકોમાં 6 દીકરા અને 5 દીકરીઓ છે. આ માટે ક્રિસ ઇચ્છે છે કે આવનારુ બાળક દીકરી હોય કારણ કે તેમને 6 દીકરા અને 6 દીકરી થઇ જાય. જો કે, તેમને ઓક્ટોબરમાં ખબર પડશે કે તેમને દીકરો આવશે કે દીકરી. કોર્ટનીના લગ્ન 24 વર્ષની ઉંમરે થયા હતા.
પહેલી પ્રેગ્નેંસીમાં તેનું મિસકેરેજ થઇ ગયુ હતુ. તેના 2 વર્ષ બાદ 26 વર્ષમાં તે પહેલીવાર માતા બની. ત્યારથી દર વર્ષે તે એક બાળકને જન્મ આપી રહી છે. હવે તેના મોટા બાળકો નાના ભાઇ-બહેનોનું ધ્યાન રાખે છે અને તેનાથી કોર્ટનીને ઘણી મદદ મળી જાય છે. તેના ઘરમાં 15 સીટર વેન છે. જયારે યાત્રા દરમિયાન તેમાં ઘણી ભીડ થઇ જાય છે તો તે ટ્રેલરનો ઉપયોગ કરે છે. અહીં સુધી કે વેકેશન પર જવા માટે હોટલમાં રૂમ લેવાની જગ્યાએ તે પૂરુ ઘર ભાડે લે છે.
કોર્ટની જણાવે છે કે, હાલ તેમના ઘરમાં સાત બેડરૂમ અને ચાર બાથરૂમ છે. પહેલા ત્રણ બેડરૂમ હતા, જે ઘર નાનુ પડતુ હતુ.આટલા બધા બાળકો પેદા કરવા પાછળ કોર્ટની કહે છે કે, આના 2 કારણ છે. એક તો અમને લાગ્યુ કે એક ડઝન બાળકો હોવા એ સારી સંખ્યા છે. બીજી વાત એ કે, અમારા દરેક બાળકો પેદા હોવા પર મારાથી વધુ એક બાળકની ડિમાંડ બાળકો કરે છે. તે મને કહે છે કે, મોમ બસ વધુ એક બેબી.
અમે તેમની ડિમાંડ પૂરી કરીએ છીએ. ધ સનના રીપોર્ટ અનુસાર પરિવાર પાસે 12 એકરનો પ્લોટ છે. જેના પર તે પોતાના 11 બાળકો ઉપરાંત 140 જાનવરો સાથે રહે છે. કોર્ટની કહે છે કે તે તેના ઇન્સ્ટાગ્રામ પર ફેમિલી લાઇફ વિશે શેર કરી રહે છે. આ પર તેને કેટલીક વાર આલોચનાનો સામનો કરવો પડે છે પરંતુ વધારે લોકો સપોર્ટિવ રહે છે.