અમદાવાદ : ફરી એકવાર લજવાયા સંબંધો, માસાએ 11 વર્ષની બાળકી પર આચર્યુ દુષ્કર્મ; જુઓ સમગ્ર મામલો

અમદાવાદમાંથી શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સગા માસાએ પોતાની 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અમદાવાદમાં રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ​​​​​​​સરખેજમાં 11 વર્ષની બાળકી તેના માસીના ઘરે રોકાવવા ગઈ હતી, ત્યારે માસાએ રાતના સમયે શારીરિક અડપલા કરીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું.

આ ઘટનાની જાણ બાળકીએ તેના માતા-પિતાને કરતા તેમણે નરાધમ માસા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જો કે ગુનો નોંધાયા બાદ આરોપી નાસી ગયો હતો, પરંતુ પોલીસે તપાસ કરી તેને ઝડપી લેવા અલગ-અલગ ટીમ બનાવી અને આજુબાજુના વિસ્તાર તેમજ મહેસાણા-ગાંધીનગરના 400 જેટલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી મોબાઈલની ડિટેઈલ મેળવી. આ દરમિયાન પોલીસે આરોપી ફરીદ મોહમ્મદ મલેકની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી.

Previous Article

વધુ એક પ્લેન અકસ્માત...આ વખતે અમેરિકામાંથી સામે આવ્યા ખરાબ સમાચાર, ઉડાન દરમિયાન પ્લેન ટકરાયુ બિલ્ડિંગ સાથે, 2ના મોત-18 ઘાયલ

Next Article

ક્રેટા લવર્સ માટે સારા સમાચાર, બજારમાં આવવાની છે આધુનીક યુગની EV ક્રેટા, માત્ર 7.9 સેકન્ડમાં જ પકડશે 0-100KM/H સુધીની ઝડપ, આ દિવસે થશે ભારતમાં લોન્ચ

error: Protected Content!