કોને ખબર હતી આ ખુશીઓ ગમમાં ફેરવાઇ જશે, રાજા રઘુવંશી ખૂબ જ ખુશ હતો, સોનમ સાથે લગ્ન પહેલાનો આ વીડીયો જોઈ ખરેખર આંખો નમ થઈ જશે

મેઘાલયમાં હનીમૂન મનાવવા ગયેલા ઈન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યાકાંડમાં એકબાદ એક ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં હત્યા કેસમાં ત્રણ શંકાસ્પદોને પ્રદેશના આ શહેર અને તેની આજુબાજુમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ચોથા સંદિગ્ધને શોધી રહ્યા છે. તો વળી, આ દરમિયાન રાજા રઘુવંશીના લગ્નનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રાજા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે.

ખુદના લગ્નના કાર્યક્રમો દરમિયાનનો આ વીડિયો જે હાલ અમે આવ્યો છે, જેમાં રાજા રઘુવંશી પોતાની બહેન, ભાભી અને માસી સાથે વીડિયો બનાવતા નજરે પડી રહ્યા છે. પરિવારે જણાવ્યું કે, રાજા પોતાના લગ્નને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સુક હતો. જે વીડીયોમાં જોઈ શકાય છે. કોઈને કયા ખબર હતી કે આ ખુશીઓ લગ્નબાદ હમેશા માટે છીનવાઇ જશે. ખુશીઓને ગ્રહણ લાગી જશે.

અધિક ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજેશ દંડોતિયાએ પત્રકારો આઠે વાતચીત કરતાં જણાવ્યું છે કે, ઈન્દોર પોલીસ અને મેઘાલય પોલીસે રવિવાર અને સોમવાર દરમિયાનની રાત્રે ચલાવેલા સામૂહિક અભિયાનમાં રાજા રઘુવંશી હત્યાકાંડના ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી છે. વધુમાં જણાવ્યું કે, ઈન્દોરના રહેવાસી આ શંકાસ્પદોની ઓળખ રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ અને આકાશ રાજપૂત તરીકે છે. તેમાંથી બે લોકોને ઈન્દોરથી પકડવામાં આવ્યા છે, જ્યારે એક અન્ય વ્યક્તિની આ શહેર નજીકથી ધરપકડ કરી છે.

પૂછપરછમાં મળતા તથ્યોના આધાર પર મેઘાલય પોલીસ આગળનું પગલું ભરશે. તેમણે જણાવ્યું કે, રાજા રઘુવંશી હત્યાકાંડનો ચોથો શંકાસ્પદ આનંદ ફરાર છે, જેને શોધી રહ્યા છીએ.પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે શિલોંગ પોલીસ દ્વારા તમામ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસ બાદ જ બધી બાબતો સ્પષ્ટ થશે.

વધુમાં જણાવી દઈએ કે મેઘાલયમાં હનીમૂન મનાવવા ગયેલા રાજા રઘુવંશી અને તેની પત્ની સોનમ 23 મેના રોજ ગુમ થયા હતા. રાજા રઘુવંશીની બોડી 2 જૂને પૂર્વી ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં એક ઝરણા પાસેથી ખીણમાં મળી હતી.

Raina
error: Unable To Copy Protected Content!