નર્મદા “બા”ની અંતિમ વિદાય: કથાકાર મોરારિ બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું નિધન, 75 વર્ષની વયે પકડી અનંતની વાટ, તલગાજરડા શોકની લાગણી

ગુજરાતના જાણીતા કથાકાર મોરારિબાપુનાં ધર્મપત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારિદાસ હરિયાણીનું 75 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થિવદેહને તલગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે. 10 જૂનના રોજ મોડી રાત્રે 1.30 વાગ્યે દેહત્યાગ કર્યો હતો.

 

જણાવી દઈએ કે નર્મદાબેનની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હોવાથી તેમને છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો. નર્મદાબેનના નિધનના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયેલો છે. પૂજય નર્મદાબેનના નિધનથી તલગાજરડા ગામ સ્વેચ્છાએ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે.

તેમના જીવન વિશે વાત કરીએ તો મોરારિબાપુના લગ્ન નર્મદાબેન સાથે થયા હતા. તેમના પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. પેહલા તેઓ પરિવારના પોષણ માટે રામકથામાં આવતું દાન સ્વીકાર કરી લેતાં હતાં, જોકે, દાનનો પ્રવાહ વધતા તેમણે 1977થી કોઈ દાનનો સ્વીકાર નહીં કરવાનું પ્રણ લીધું હતું. બાપુ તલગાજરાથી મહુઆ તે પગપાળા વિદ્યા અર્જન માટે જતા હતાં. પાંચ માઇલના રસ્તામાં તેઓ રામાયણની ચોપાઈ યાદ કરતાં હતા. તેઓ રોજની 5 ચોપાઈ યાદ કરતા હતા. આ નિયમના લીધે ધીરે ધીરે રામાયણ કંઠસ્થ થઈ ગઈ હતી. આ સાથે સાથે તેમની રૂચિ પણ વધતી ગઈ.

મોરારીબાપુની કથાકાર તરીકે ફક્ત ગુજરાત અને ભારત જ નહીં વિશ્વભરમાં નામના છે. મોરારીબાપુ રામકથાને તેમની આગવી રીતે અને આગવી શૈલીમાં કહેવા માટે જાણીતા છે. તેમની આ આગવી શૈલીઓ તેમને ખાસ્સી લોકચાહના અપાવી છે. રામકથા સાથે તેમના દ્વારા જણાવવામાં આવતા દાખલા એકદમ પ્રાસંગિક અને વર્તમાન જીવનશૈલી મુજબના હોય છે. તેના કારણે તેઓ રામકથા કરનારાઓમાં અલગ તરી આવે છે. તેમણે જણાવ્યું હતું કે મારી કથાકાર તરીકેની જીવનયાત્રા મારી પત્નીના સહકાર વગર શક્ય બની ન હોત. આજે કથાકાર તરીકેની મારી સફળતા પાછળ મારી પત્નીએ મને આપેલું સમર્થન છે. આજે તેમના નિધનથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

Raina
error: Unable To Copy Protected Content!