જયપુરમાં ટ્રક-જીપની ભિડંત, દુલ્હન સહિત 5ના મોત…દુલ્હા સાથે 8 લોકો ઘાયલ, MP થી પરત ફરી રહેલ જાનૈયાઓની લાશ ફસાઇ
રાજસ્થાનના જયપુર ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારે એક મોટી દુર્ઘટના ઘટી. દૌસા-મનોહરપુર નેશનલ હાઇવે-148 પર રાયસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભટકાબાંસ ગામ પાસે એક દુ:ખદ અકસ્માત થયો. લગ્ન પછી પરત ફરી રહેલા દુલ્હા અને દુલ્હનની કાર એક કન્ટેનર સાથે અથડાઈ.
આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા વરરાજા અને કન્યા સહિત 5 લોકોના મોત થયા હતા અને લગભગ 6-7 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતના સમાચારથી મૃતકોના પરિવારજનોમાં ગમગીની ફેલાઇ છે. આ બધા લોકો મધ્યપ્રદેશથી લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર લાંબો જામ થઈ ગયો હતો.
રાયસર પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આ અકસ્માત થયો તે સમયે વાહનમાં બેઠેલા મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા. મૃતદેહો કારમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘણી મહેનત પછી મૃતદેહો બહાર કાઢી શકાયા.
ઘાયલોને જયપુરની NIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મૃતકોના મૃતદેહ હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કેન્ટરની ગતિ વધુ હોવાથી અને બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કેન્ટર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને તેની શોધખોળ ચાલી રહી છે. અકસ્માતના સમાચાર મળતા જ દુલ્હા-દુલ્હનના પરિવારોમાં લગ્નની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ.
દિવ્યભાસ્કરના રીપોર્ટ અનુસાર, ટ્રક અને જીપ (તુફાન) વચ્ચે થયેલી ટક્કરમાં દુલ્હન સહિત 5 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં વરરાજા સહિત લગ્નના આઠ મહેમાનો ઘાયલ થયા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે જીપના ટુકડા થઈ ગયા. આ અકસ્માત બુધવારે સવારે લગભગ 6:10 વાગ્યે દૌસા-મનોહરપુર હાઇવે (NH-148) પર રાયસર (જયપુર ગ્રામીણ) વિસ્તારમાં ભટકાબાંસ ગામ નજીક બન્યો હતો.