જો મારી સાથે નથી રહી શકતી…પતિને દગો, અવૈદ્ય સંબંધ, 8 વર્ષ નાનો પ્રેમી કેમ બન્યો કાતિલ ?
બે બાળકોની માતા, બોયફ્રેન્ડથી મન ભરાઇ ગયુ તો બ્રેકઅપ કરી લીધુ, સનકી આશિક OYO ગયો અને…કરી દીધો મોટો કાંડ
બેંગલુરુમાં હત્યાનો એક સનસનાટીભર્યો બનાવ પ્રકાશમાં આવ્યો. સાઉથ બેંગલુરુમાં એક હોટલના રૂમમાં 33 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 25 વર્ષીય યશસની ધરપકડ કરી છે. માનવામાં આવે છે કે યશસનો મૃતક હરિણી સાથે પ્રેમ સંબંધમાં હતો. હરિણી પર 10થી વધુ વાર છરીના ઘા મારવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે ગુનો કર્યા પછી યશસે પોતે પોલીસને આ અંગે જાણ કરી હતી.
તેણે પોતાને પણ છરી મારીને ઘાયલ કર્યો હતો. પોલીસ તપાસ મુજબ, હરિણીના લગ્ન 2012માં દસગૌડા એચપીમાં થયા હતા. તેની બે પુત્રીઓ છે, જેની ઉંમર 13 અને 10 વર્ષની છે. પોલીસનું કહેવું છે કે હરિણી ત્રણ વર્ષ પહેલાં ગામના મેળામાં યશસને મળી હતી. આ પછી બંને વચ્ચે અફેર શરૂ થયું. થોડા મહિના પહેલા બંનેના પરિવારને આ અફેર વિશે ખબર પડી. પરિવારને આ અફેર વિશે જાણ થયા પછી, હરિણીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
આ પછી તેણે યશસ સાથે મળવાનું અને વાત કરવાનું બંધ કરી દીધું. પરંતુ તાજેતરમાં બંને ફરીથી સંપર્કમાં આવ્યા અને છેલ્લી વાર મળવાનું નક્કી કર્યું. પોલીસે જણાવ્યું હતું કે 6 જૂનની સાંજે યશસ પોતાની કારમાં હરિણીને લઈને એક OYO હોટલમાં ગયો. તેણે પહેલેથી જ હોટલ બુક કરાવી હતી. બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો અને ત્યારબાદ હરિણીએ યશસને કહ્યું કે તે તેના પતિ અને પરિવારના દબાણને કારણે હવે આ સંબંધ ચાલુ રાખી શકશે નહીં.
પોલીસનો આરોપ છે કે યશસે પહેલાથી જ હત્યાની યોજના બનાવી હતી અને તે પોતાની સાથે છરી લઈને આવ્યો હતો. તેણે હરિણી પર લગભગ 17 વાર છરીના ઘા માર્યા અને પછી હોટેલમાંથી ભાગી ગયો. બાદમાં તેણે પોલીસને કહ્યું કે તે હરિણીના સંબંધનો અંત લાવવાના નિર્ણયને સ્વીકારી શકતો નથી. તેણે કહ્યું કે જો તે મારી સાથે નથી રહી શકતી તો તે કોઈની સાથે નહિ રહી શકે. હરિણી શુક્રવારે રાત્રે પૂર્ણપ્રજ્ઞા હાઉસિંગ સોસાયટી લેઆઉટમાં એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી.
આરોપી યશસ બીસીએ ગ્રેજ્યુએટ છે અને કેંગેરીનો રહેવાસી છે. તે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના પછી યશસ ઘરે પાછો ફર્યો, તેણે પોતાને છરી મારી અને કેંગેરી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને જાણ કરી. પોલીસ સવારે 3.30 વાગ્યાની આસપાસ હોટલ પહોંચી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને બાદમાં KIMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. રવિવારે સાંજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યારબાદ સુબ્રમણ્યપુરા પોલીસે તેની ધરપકડ કરી.