મનોરંજન

વિશ્વ સુંદરીનો એવોર્ડ જીતતા પહેલા આવી દેખાતી માનુષી છીલ્લર, 10 તસ્વીરો જોઈને દંગ રહી જશો

વર્ષ 2017માં માનુષી છિલ્લરએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને આખા આખા દેશનું નામ રોશન કર્યું હતું. માનૂષીનો કોલેજના દિવસોમાં લુક કંઈક અલગ જ જોવા મળતો હતો. માનુષીએ હાલમાં જ તેનો 23માં બર્થડે મનાવ્યો હતો.

14 મે 1997ના દિવસે રોહતકમાં જન્મેલી માનુષીએ ફેમિના મિસ ઇન્ડિયા 2017માં હરિયાણાને રિપ્રેઝનેટ કર્યું ને જીતી પણ હતી. માનુષીનો જન્મ હરિયાણા રોહતકમાં જિલ્લામાં થયો હતો. બાદમાં તેનો પરિવાર હરિયાણાથી દિલ્લી શિફ્ટ થઇ ગયું હતું. માનુષીએ દિલ્લીમાં સેન્ટ થોમસ સ્કૂલમાં ભણતર પૂરું કર્યું હતું. મિસ ઇન્ડિયાની કોમ્પિટિશન પહેલા માનુષી મેડિકલનો અભ્યાસ કરતી હતી. આ એવોર્ડ જીત્યા બાદ મેડિકલ કોલેજમાંથી એક વર્ષનો બ્રેક લીધો હતો.
માનૂષીના પિતા ડોક્ટર મિત્ર બાસુ છીલર રક્ષા અનુસંધાન સંગઠન ડીઆરડીઓ માં વૈજ્ઞાનિક છે. તો તેની માતા ન્યુરોકેમેસ્ટ્રી વિભાગની હેડ છે. વૈજ્ઞાનિક પિતાની પુત્રી પણ તેના પગલે ચાલ્યો પરંતુ માનુષી છિલ્લર મોડેલિંગ અને અભિનયથી બચી શકી નહીં. થોડા સમય પહેલા માનુષીની એક જૂની તસ્વીર વાયરલ થઇ હતી. જે 2015ની છે. આ તસ્વીરમાં તેને ઓળખવી મુશ્કેલ છે. માનુષીએ તેના લુક મહેનત કરી છે. તેન આ જૂની તસ્વીર આ વાતની સાબિતી છે.

માનુષી છિલ્લર મિસ વર્લ્ડ જીતીને ભારતના 17 વર્ષની રાહને ખતમ કરી હતી. માનુષી પહેલા વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ આ એવોર્ડ જીત્યો હતો. મિસ વર્લ્ડ બન્યા બાદ માનુષી લગાતાર ઇવેન્ટ અને એવોર્ડ શોમાં જોવા મળે છે.

માનુષી છીલ્લર જલ્દી જ મોટા પડદે ડેબ્યુ કરશે. યશરાજ બેનરની ફિલ્મ ‘પૃથ્વીરાજ’થી બોલીવુડમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં માનુષી સંયોગિતાના રોલમાં છે. આ સાથે જ અક્ષયકુમાર લીડ રોલમાં છે. માનુષીએ થોડા દિવસ પહેલા જ ફિલ્મથી જોડાયેલી તસ્વીર શેર કરી હતી.

માનુશી માત્ર મેડિકલ અને મોડેલિંગ નહીં કુચિપુડી ન્યાંગના પણ છે.. તેણે લિજેન્ડ ડાન્સર રાજા અને રાધા રેડ્ડી સાથે ટ્રેનિંગ લીધી છે. આ સિવાય તે સ્કેચિંગ અને પેઇન્ટિંગ પણ ખૂબ જ સુંદર રીતે કરે છે. માનુષી છિલ્લરને પૂછવામાં આવ્યું કે કયા વ્યવસાય માટે સૌથી વધુ પગાર જોઈએ અને શા માટે? માનુશી છિલ્લે જવાબ આપ્યો કે, મારી માતા મારી સૌથી મોટી પ્રેરણા છે. મારા માટે, તેનો વ્યવસાય સૌથી મુશ્કેલ અને બલિદાનથી ભરેલો છે. દરેક માતા વિશેષ છે, તે સૌથી વધુ પગાર માટે હકદાર છે.

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની તસ્વીરો સામે આવતાની સાથે જ વાઇરલ થઇ જતી હોય છે. એવામાં એકવાર ફરીથી માનૂષીની તસ્વીરોએ સનસની મચાવી દીધી છે. દરેક વખતે અલગ અલગ અવતારમાં જોવા મળતી માનુષી આ વખતે લાલ રંગના થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી છે.

માનુષીની સ્ટાઇલિસ્ટ શિફા ગિલાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માનૂષીની તસ્વીરો શેર કરી છે. જણાવી દઈએ કે માનુષી સિંગાપોરમાં આયોજિત ચૈરિટી ગાલામાં પહોંચી હતી, જ્યા તેણે લાલ ડ્રેસમાં પુરી મહેફિલ લૂંટી લીધી હતી. માનુંષીએ રેડ ડ્રેસની સાથે ગોલ્ડ સ્ટ્રૅપ્ડ હિલ્સ પહેરી રાખ્યા હતા અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.

ખુલ્લા વાળ, સ્મોકી આઈશેડો, બ્લડ રેડ લિપ્સ મેકઅપમાં માનુષી ખુબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે આ ખાસ ઇવેન્ટમાં માનુષીએ હાઉસ ઑફ જારા ઉમરીગરનો ડ્રેસ પહેરી રાખ્યો હતો.

માનુષીએ વર્ષ 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. માનુષી મોટાભાગે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.

અમુક રિપોર્ટના આધારે માનુષી જલ્દી જ અક્ષય કુમારની સાથે બૉલીવુડ ડેબ્યુ કરી શકે છે, તે પૃથ્વીરાજ ચૌહાણની બાયોપિકમાં જોવા મળી શકે છે. જો કે તેના ડેબ્યુની લઈને ઓફિશિયલી ખુલાસો થયો નથી.

હરિયાણાના માધ્યમ વર્ગથી આવતી માનુષી છિલ્લરે જ્યારે 2017 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો ત્યારે તેણે ગર્વથી દેશનું નામ રોશન કર્યું હતું. માનુષીએ અલગ અલગ દેશોની 117 સુંદરીઓને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. માનુશી કેટલી સુંદર સાબિત થઈ ચુકી છે, પરંતુ માનુષી કેટલી કલેવર અને સ્માર્ટ છે, તે જ્યારે તેણે ગ્રાન્ડ ફિનાલેમાં તેના આન્સરથી લોકોનું દિલ જીતી લીધું ત્યારે તે સાબિત થયું.

વર્ષ 2017માં ચીનના સાન્યા શહેર એરીનમાં મિસ વર્લ્ડ સમારોહનું આયોજન થયું હતુ ગ્રાન્ડ ફિનાલેમાં માનુષીથી સવાલ પૂછવામાં આવ્યો કે કયા પ્રોફેશનને સૌથી વધારે પગાર મળવો જોઇએ અને કેમ? આ સવાલ પર માનુસી છિલ્લરેએ જે જવાબ આપ્યો હતો તે બાદ ત્યાંના દરેક લોકોએ તાળીઓ પાડી હતી.

આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હું મારી મમ્મીની સૌથી નજીક છું અને હું એવું વિચારું છું કે એક માતાને સૌથી વધારે ઇજ્જત મળવી જોઇએ… રહી વાત પગારની તો મતલબ રૂપિયાથી ન હોવો જોઇએ. પરંતુ રિસ્પેક્ટ અને પ્રેમ હોવો જોઇએ. હું એવું નથી સમજતી કે તે માત્ર સેલરી માટે છે. પરંતુ તે પ્રેમ અને સમ્માન છે. જે તમે આપો છો. મને એવું લાગે છે કે મારી માતા મારી સૌથી મોટી પ્રેરણાદાયી છે અને દુનિયાની દરેક માતા આ લાયક છે. જે તેના બાળકો માટે પોતાના દરેક શોખ કુરબાન કરી દે છે. જેથી સૌથી વધારે પગાર અને સમ્માન વાળું જો કોઇ પ્રોફેશન છે તો તે છે આપણા મમ્મી… માનુષીના આ જવાબે ન માત્ર તેણે દુનિયાભરમાં ઇજ્જત અપાવી પરંતુ વર્લ્ડ કપ પણ જીતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.