શું ભારતીય મહિલા શૂટર મનુ ભાકર વિરુદ્ધ કોઈ સાજિશ થઇ છે ? 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરનું નામ આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકિત ખેલાડીઓની યાદીમાંથી ગાયબ છે. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે એક જ રમતોમાં બે મેડલ જીત્યા હતા અને એક જ રમતમાં બે મેડલ જીતનાર ભારતની પ્રથમ ખેલાડી બની હતી. મનુના પરિવારે કહ્યું કે તેઓએ એવોર્ડ માટે અરજી કરી હતી. જ્યારે રમતગમત મંત્રાલયે દાવો કર્યો હતો કે મનુએ અરજી કરી નથી પરંતુ તેના પિતા રામકિશન ભાકરે કહ્યું કે તેમણે અરજી કરી છે.
અહેવાલ અનુસાર, નામો હજુ નક્કી થયા નથી અને જ્યારે એક સપ્તાહમાં એવોર્ડ જાહેર થશે ત્યારે મનુ ભાકરનું નામ યાદીમાં હશે. રીપોર્ટ્સ અનુસાર મંત્રાલયના એક સૂત્રએ કહ્યું, ‘અંતિમ યાદી હજુ નક્કી કરવામાં આવી નથી. રમતગમત મંત્રી મનસુખ માંડવિયા એક-બે દિવસમાં નિર્ણય લેશે અને અંતિમ સૂચીમાં મનુનું નામ હોવાની પૂરેપૂરી સંભાવના છે. ઉચ્ચતમ ન્યાયાલયના સેવાનિવૃત્ત જજ વી રામાસુબ્રમમની અધ્યક્ષતાવાળી 12 સદસ્યીય પુરસ્કાર સમિતિમાં ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન રાની રામપાલ સમેત પૂર્વ ખેલાડી પણ છે.
મંત્રાલયના નિયમો અંતર્ગત ખેલાડીઓને પોતાના નામાંકન પોતે ભરવાની અનુમતિ છે. પસંદગી સમિતિ એવા લોકોના નામ પર પણ વિચાર કરી શકે છે જેમણે અરજી કરી નથી. મંત્રાલયે દાવો કર્યો હતો કે મનુએ અરજી કરી નથી પરંતુ તેના પિતા રામકિશન ભાકરે કહ્યું કે તેમણે અરજી કરી છે. તેમણે કહ્યું, ‘ભારતમાં ઓલિમ્પિક રમતનું કોઈ મહત્વ નથી કારણ કે બે ઓલિમ્પિક મેડલ જીત્યા છતાં મનુને ખેલરત્ન એવોર્ડ માટે અવગણવામાં આવી હતી. જ્યારે સમ્માન માટે હાથ ફેલાવવા પડે ત્યારે દેશ માટે રમીને મેડલ જીતવાનો શું ફાયદો ?
તે છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત તમામ એવોર્ડ માટે અરજી કરી રહી છે અને હું તેનો સાક્ષી છું. જેમાં ખેલ રત્ન, પદ્મભી અને પદ્મ ભૂષણ પુરસ્કારોનો સમાવેશ થાય છે. સમિતિએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને હાઈ જમ્પમાં ગોલ્ડ મેડલ જીતનાર પેરા એથ્લીટ પ્રવીણ કુમારના નામની ભલામણ કરી હતી. પેરાલિમ્પિક્સમાં T64 કેટેગરીમાં ખેલ રત્ન છે. આ સિવાય 30 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. પેરિસ ઓલિમ્પિકમાં ડબલ મેડલ જીતનાર મનુ ભાકરના પિતા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડમાં મનુનું નામ ન હોવાને કારણે ગુસ્સે છે.
મનુ ભાકરના પિતાએ કહ્યું કે અરજી કર્યા પછી પણ તેમની પુત્રીનું નામ નોમિનેટેડ ખેલાડીઓની યાદીમાં નથી આવ્યું, તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમને તેમની પુત્રીને શૂટિંગમાં મૂકવાનો અફસોસ છે, તેને ક્રિકેટર બનવું જોઈતું હતું. આમ કરવાથી તેને સંપૂર્ણ સમર્થન અને પુરસ્કાર મળ્યા હોત. મનુએ એક જ સિઝનમાં બે ઓલિમ્પિક જીત્યા, આ પહેલા ક્યારેય બન્યું ન હતું. મારી દીકરી પાસેથી બીજી શું અપેક્ષા રાખવી જોઈએ. મનુના પિતા અહીં ન અટક્યા. તેમના કહેવા પ્રમાણે મનુએ કહ્યું કે મારે ઓલિમ્પિકમાં જઈને દેશ માટે મેડલ ન જીતવો જોઈતો હતો. તેને ખેલાડી ન બનવું જોઈતું હતું.