ઢોલ વાગતાની સાથે જ દુલ્હન બની ‘મંજૂલિકા’, સ્ટેજ પર દુલ્હન શરમાઈ રહી હતી; વીડિયો જોઈ લોકો ગભરાઈ ગયા

લગ્ન સાથે જોડાયેલ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેને જોઈને આશ્ચર્ય થાય છે. આમાંથી કેટલાક વીડિયોમાં વર-કન્યા એકબીજાની સાથે લડતા જોવા મળે છે તો કેટલાક વીડિયોમાં બંનેની ફની જુગલબંધી જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં, કન્યા સાત વચનના શપથ લે છે, તો વર હસવાનું શરૂ કરે છે, અને કેટલાક કિસ્સાઓમાં, એક વ્યક્તિ મંડપમાં દરેક 4 દુલ્હન સાથે લગ્ન કરવાનું શરૂ કરે છે.

આવા ઘણા લગ્નના વીડિયો પણ જોવા મળે છે જેમાં દુલ્હનનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે. તે ટશનમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. લગ્ન સંબંધિત આ વીડિયોમાં દુલ્હનની મંજુલિકા સ્ટાઈલ જોવા મળશે. સ્ટેજ પર, કન્યા શરૂઆતમાં શરમાતી અને હસતી જોવા મળે છે. પરંતુ તે ઉપર પણ જોતી નથી. પછી જ્યારે ઢોલ વગાડવામાં આવ્યો ત્યારે બંને ડાન્સ કરતી સ્ત્રીઓએ કન્યાને નાચવા માટે કીધું અને તે મંજુલિકા બની ગઈ.વાયરલ વીડિયોમાં જોઈ શકાયછે કે સ્ટેજ પર દુલ્હા અને દુલ્હન બેઠા છે. દુલ્હન હસતી હોય છે, પરંતુ સાથે જ તે શરમાતી પણ જોવા મળે છે. બાજુમાં બેઠેલો વર પણ મૌન છે.

આ દરમિયાન એક ઢોલ વગાડવામાં આવી રહ્યો છે જેના પર બે મહિલાઓ ડાન્સ કરી રહી છે. નજીકમાં ઘણા લોકો ઉભા છે. ડાન્સ કરતી વખતે બંને મહિલાઓએ દુલ્હનને પોતાની તરફ ખેંચી. સ્ત્રીઓના ઈશારા પર શરમાતી કન્યા અચાનક ઊભી થઈ જાય છે. શરૂઆતમાં તે બંને મહિલાઓ સાથે ડાન્સ કરે છે, પરંતુ થોડી વાર પછી તે પોતાની જીભ બહાર કાઢે છે અને ડરામણી રીતે ડાન્સ કરવા લાગે છે.જાણે કે ભૂલ-ભુલૈયા ફિલ્મની મંજુલિકા બની ગઈ હોય.

પાછળ બેઠેલો વર તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યો છે. સગાંવહાલાં પણ કન્યા તરફ તાકી તાકીને જોવે છે. પહેલેથી જ ડાન્સ કરતી બે સ્ત્રીઓ પણ દુલ્હનનો આવો ડાન્સ જોઈને ચુપચાપ ઊભી રહી જાય છે. તે પણ પાછળથી દુલ્હન તરફ જોઈ રહી હોઈ છે. જો કે, દુલ્હન આ રીતે ડાન્સ કરે તે વરને ગમતું નથી.દુલ્હન કોઈપણ શરમ વગર નાચવા લાગે છે. એવું લાગતું હતું કે તે ભૂલી ગઈ છે કે તે લગ્ન કરી રહી છે. જો કે, પછી વરરાજા ઉભો થઇને કન્યાને ખુરશી પર તેની બાજુમાં બેસવા માટે પાછો ખેંચી લાવે છે. આ પછી વરરાજાએ બંને મહિલાઓને ડાન્સ કરવાનો ઈશારો કર્યો, ત્યારબાદ મહિલાઓએ ડાન્સ કરવાનું શરૂ કર્યું.

જો કે, આખો વિડીયો જોયા બાદ એવું લાગે છે કે તે માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવ્યો છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે તરત જ કેમેરો એક ક્ષણ માટે જમીન તરફ ફોંકાસ કરે છે, અને તે બાજુએ ખાલી ખુરશીઓ પડી છે.જો આ લગ્નનો વીડિયો હોત તો કદાચ ખુરશીઓ ભરાઈ ગઈ હોત. જો કે, વીડિયોમાં દેખાતી યુવતીનું નામ વિશાખા ચૌધરી છે, જે સોશિયલ મીડિયા ઈનફૂલએન્સર છે. વિશાખાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. અત્યાર સુધીમાં તેને 1 કરોડ 12 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. લાખો લોકોએ તેને લાઇક અને શેર કર્યું છે.

આ સિવાય વીડિયો પર હજારો કમેન્ટ્સ આવી છે.વીડિયો પર કોમેન્ટ કરતા યુઝરે લખ્યું છે કે છોકરો ડરી ગયો. એ યુઝરે કોમેન્ટ કરીને સવાલ કર્યો છે કે આવો ડાન્સ કર્યા પછી લગ્ન કર્યા કે નહીં? અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે વરને જોઈને એવું લાગે છે કે તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે, તું ક્યાં ભાગી રહી છે, અહીં આવીને ચુપચાપ બેસી જા. ઘણા યુઝર્સે લખ્યું છે કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાલી દયા ભાભીથી પણ વધુ ખતરનાક છે. અન્ય યુઝરે કહ્યું કે લગ્નથી ભાગવાનો આ એક નવો રસ્તો છે.

Devarsh