ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રી-વેડિંગ કલ્ચર ખૂબ ફેમસ થઈ ગયું છે. તેમના લગ્નને વધુ યાદગાર બનાવવા માટે, વર અને કન્યા લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવે છે. જે ઘણીવાર ફિલ્મી ગીતથી પ્રેરિત હોય છે. પરંતુ આ વખતે એક કપલે તેમના પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે એવી થીમ પસંદ કરી કે લોકો પ્રશંશા કરતા થાકી રહ્યા નથી.
એક કપલે આદિપુરુષ ફિલ્મના ‘રામ સિયા રામ’ ગીત પર ખૂબ જ સાદગીથી રામ અને સીતાના પાત્રો ભજવતા જંગલમાં સુંદર પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું છે. જ્યારે આ વીડિયો વર-કન્યાના લગ્નમાં પ્લે કરવામાં આવ્યો ત્યારે જોવા માટે એકઠી થયેલી ભીડ પણ મંત્રમુગ્ધ થઈ ગઈ.
પ્રી વેડિંગ શૂટમાં કન્યા માતા સીતાના રૂપમાં જ્યારે દુલ્હો રામના રૂપમાં જોવા મળે છે. આ આખા વિડિયોમાં બંનેએ ભગવાન રામ અને માતા સીતાની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે ભજવવાનો પ્રયાસ કર્યો છે. કપલની આ સાદગી ઈન્ટરનેટ યુઝર્સના દિલને સ્પર્શી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ સેક્શનમાં તેમની લાગણીઓ ઉગ્રતાથી વ્યક્ત કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યું- આ બેસ્ટ પ્રી-વેડિંગ શૂટ છે. બીજાએ લખ્યું કે વાહ! આ એક સારી શરૂઆત છે. મોટાભાગના યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં આ સુંદર પ્રી-વેડિંગ ફોટો-શૂટની પ્રશંસા કરતા જોવા મળે છે.
प्रिवेडिंग शूटिंग हो तो ऐसा हो, वर्ना न हो !
परंपरा, प्रतिष्ठा, अनुशासन, सनातन, संस्कृति !!
जय श्री राम ! pic.twitter.com/YI4FeMmeDw
— Hardik Bhavsar (@Bitt2DA) December 25, 2024