જાપાનમાં ‘હરે કૃષ્ણા’ની ધુન પર મનાવવામાં આવી ક્રિસમસ, સાન્તા બની ખૂબ નાચ્યા લોકો- જુઓ વીડિયો

ખ્રિસ્તી ધર્મમાં માનતા લોકો માટે ક્રિસમસ એક મહત્વપૂર્ણ તહેવાર છે. જો કે આ તહેવારમાં અન્ય ધર્મના લોકો પણ ભાગ લે છે. જાપાનના ટોક્યો શહેરમાં પણ લોકોએ ક્રિસમસનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. ત્યાંનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો સાન્તા ડ્રેસમાં ‘હરે કૃષ્ણ’ની ધૂન પર ક્રિસમસની ઉજવણી કરતા જોવા મળે છે.

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકો ઈસ્કોનના અનુયાયીઓ છે. આ વીડિયો ટોક્યોના શિબુયાનો છે. ઇસ્કોનના અનુયાયીઓ “જિંગલ બેલ્સ”ની ધૂન પર હરે કૃષ્ણ મંત્રનો જાપ કરી રહ્યા છે. સાન્તાનો આઉટફિટ પહેરેલો એક માણસ ભીડ તરફ હાથ હલાવતો અને તાળીઓ પાડતો જોવા મળે છે. ત્યાં કોઈને ગાતા જોઈ શકાય છે. જેને જોવા માટે આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા છે.

આ વીડિયો પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે તેને “બે ધર્મોનું સુંદર મિશ્રણ” ગણાવ્યું. અન્ય એકે લખ્યું, “આ જ વાસ્તવિક માનવતા છે. અન્ય ધર્મોનું અપમાન કર્યા વિના તેમનું સન્માન કરવું.” આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Previous Article

લગ્ન કરાવતા સમયે પંડિતજીને આવ્યો એવો ગુસ્સો કે મહેમાનો પર ફેંકી ફૂલોની થાળી, જુઓ જોરદાર વીડિયો

Next Article

8 કરોડની કારમાં આ કેવી સેફ્ટી, રસ્તા પર આગની લપટોમાં આવી ગઈ લેમ્બોર્ગિની, ગૌતમ સિંઘાનિયાએ વાયરલ કર્યો વીડિયો

error: Protected Content!