પોલિસ સ્ટેશનમાં હાજર થયો અલ્લુ અર્જુન, પોલીસે આ 8 પ્રશ્નો પૂછ્યા, સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં પૂછપરછ

‘પુષ્પા 2’ની રિલીઝના દિવસે એટલે કે 4 ડિસેમ્બરે, હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. આજે પોલીસે આ મામલે અભિનેતા અલ્લુ અર્જુનને પૂછપરછ માટે બોલાવ્યો છે. અલ્લુ અર્જુન તપાસમાં સહયોગ પણ આપી રહ્યો છે અને પોલિસ સ્ટેશનમાં હાજર થવા માટે ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો.

હૈદરાબાદ પોલીસ આ કેસમાં અલ્લુ અર્જુનની પૂછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો જરૂર પડશે તો પોલીસ અભિનેતાને ક્રાઈમ સીન પર પણ લઈ જઈ શકે છે, આ સમગ્ર મામલે ભાજપના નેતા મનોજ તિવારી આગળ આવ્યા છે અને અલ્લુ અર્જુનનું સમર્થન કર્યું છે. તેઓ કહે છે કે તેલંગાણા સરકાર આ મામલામાં અલ્લુ અર્જુનને બિનજરૂરી રીતે ફસાવી રહી છે.

હજુ તો હાલમાં જ આ મામલામાં અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે અભિનેતાના ઘરની બહાર ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોતાના ઘર પર થયેલા જીવલેણ હુમલાથી ડરી ગયેલ અભિનેતાએ પોતાના બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા અને પોલીસ સ્ટેશન જતા પહેલા અલ્લુ અર્જુનને તેની પત્ની સ્નેહા રેડ્ડીને ગળે લગાડતા જોવા મળ્યા હતા.

આ સાથે, અભિનેતાએ તેની પુત્રી સાથે પણ થોડી આરામની પળો વિતાવી હતી. ઉલ્લેખનીય છે કે, સોમવારે જ પોલીસ દ્વારા સાઉથ સુપરસ્ટારને નાસભાગ કેસમાં પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગની ચાલી રહેલી તપાસના ભાગરૂપે મંગળવારે પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી. આ કેસમાં ‘પુષ્પા’ સ્ટારની 2 કલાક જેટલી પૂછપરછ ચાલી, પોલીસે 8 પ્રશ્નો પૂછ્યા.

હવે અભિનેતા પૂછપરછ માટે હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ દરમિયાન ચિક્કડપલ્લી સ્ટેશન જતા પહેલા અલ્લુ અર્જુનના કેટલાક વીડિયો પણ સામે આવ્યા, જેમાંથી એક વીડિયોમાં તે તેની પત્ની સ્નેહા રેડ્ડી અને પુત્રી અરહા સાથે જોવા મળ્યો.

Shah Jina