ક્રિકેટર અક્ષર પટેલ બન્યો પિતા, પત્ની મેહાએ આપ્યો સુંદર બાળકને જન્મ- જાણો બેબી ગર્લ આવી કે બેબી બોય ?

અક્ષર પટેલ બન્યો પિતા, દીકરાનું નામ રાખ્યુ હક્ષ, ટીમ ઇન્ડિયાની જર્સીમાં શેર કરી પહેલી તસવીર

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો પહેલીવાર પિતા, પત્ની મેહાએ આપ્યો દીકરાને જન્મ- જાણો શું નામ રાખ્યુ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને તેની પત્ની મેહા પટેલ પહેલીવાર માતા-પિતા બન્યા છે. પટેલ પરિવારમાં એક બાળકનો જન્મ થયો છે. આ વાતની માહિતી ખુદ અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર આપી. અક્ષર અને મેહાએ તેમના પુત્રનું નામ ‘હક્ષ પટેલ’ રાખ્યું છે. ભારતીય ક્રિકેટરે તેના બેબી બોયની એક તસવીર પણ શેર કરી છે, જેના કેપ્શનમાં એક ખાસ સંદેશ લખ્યો છે

. તસવીર શેર કરતી વખતે અક્ષરે લખ્યું, ‘તે હજુ પણ તેના પગથી ઓફ સાઈડ શોધી રહ્યો છે, પરંતુ અમે તેને તમારા બધા સાથે પરિચય કરાવવા માટે બ્લૂ કલરમાં વેઇટ નહિ કરાવીએ. વિશ્વ હક્ષ પટેલનું સ્વાગત કરે છે, જે ભારતના સૌથી નાના પરંતુ સૌથી મોટા પ્રશંસક અને અમારા હૃદયના સૌથી ખાસ ભાગ છે. આ કેપ્શનની સાથે અક્ષર પટેલે તેના પુત્રની જન્મતારીખ પણ જણાવી હતી.

હક્ષ પટેલનો જન્મ 19 ડિસેમ્બર 2024ના રોજ થયો હતો. જણાવી દઈએ કે, અક્ષર પટેલ અને મેહા પટેલના લગ્ન 26 જાન્યુઆરી 2023ના રોજ ગુજરાતના વડોદરામાં થયા હતા. અક્ષરની વાત કરીએ તો તે આ સમયે વિજય હજારે ટ્રોફી રમી રહ્યો હતો. પરંતુ તેણે તેની ટીમ ગુજરાતને આ અંગે પહેલેથી જ જાણ કરી દીધી હતી અને બ્રેક લીધો. અક્ષર પટેલને ઓસ્ટ્રેલિયા જવાનું હતું. પરંતુ તેના બાળકના જન્મને કારણે તે ન ગયો અને તેની જગ્યાએ કોટિયાને તક મળી.

Shah Jina