મોટું નામ અને ખુબ પૈસા કમાવવા હોય તો ગણેશજીનો આ 6 અક્ષરનો ચમત્કારિક મંત્ર બોલો

પૈસા અને પ્રસિદ્ધિ એવી વસ્તુઓ છે કે જેની દરેક મનુષ્યને ચાહત હોય છે. પરંતુ એમ ચાહના કરવાથી પૈસા કે નામ મળી નથી જતું. ઘણીવાર લોકો પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ તેમને સફળતા મળતી નથી. માટે જ નામ અને પૈસા કમાવવા માટે શુદ્ધ આચરણ અને શુદ્ધ વિચારનું હોવું જરૂરી છે. ત્યારે ગણેશ ઉત્સવ આવી રહ્યો છે અને ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિના દાતા કહેવામાં આવે છે. ગણેશજી તેમના ભક્તોના બધા જ વિઘ્નો પણ હરી લે છે અને દરેક મુસીબતો દૂર કરીને સુખ-સમૃદ્ધિ પણ આપે છે.

ભગવાન ગણેશને બુદ્ધિ-જ્ઞાનના દેવતા માનવામાં આવે છે. એટલે કે એમની પૂજા બુદ્ધિ જ્ઞાન દ્વારા સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. જેમ કે તમે સૌ જાણો જ છો કે કોઈ પણ કામ શરુ કરતા પહેલા આપણે ભગવાન ગણેશને યાદ કરીએ છીએ. અને તેમની આરાધના કરીએ છીએ. તેનાથી આપણે જે પણ કામ કરીયે છીએ તેમાં કોઈ પણ પ્રકારની બાધા કે અવરોધ નથી આવતો.

પરંતુ જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ઇચ્છતા હોવ, સુખ અને વૈભવની કામના કરતા હોવ તો તેના માટે શાસ્ત્રોમાં ચતુર્થી કે પછી બુધવારે કેટલાક વિશેષ મંત્રોથી ભગવાન ગણેશની પૂજા અને જાપ કરવા જોઈએ. આમ કરવું ખૂબ જ મંગલકારી માનવામાં આવે છે. ભગવાન ગણેશજીના બધા જ મંત્રોમાંથી એક મંત્ર છે ષડાક્ષરી ગણેશ મંત્ર. જેનો અર્થ એ કે આ મંત્રને ધન અને સુખ સુવિધાઓ સાથે દરેક કામમાં મોક્ષ આપનાર માનવામાં આવે છે.

એવી માન્યતા છે કે આ સિદ્ધ મંત્ર બ્રહ્મદેવે સ્વયં ભગવાન ગણેશજીની ભક્તિ માટે પ્રગટ કર્યો હતો. તો ચાલો જાણીએ આ મંત્રના જાપ કરવાની વિધિ અને આ મંત્ર કયો છે. દર મહિનાની ચતુર્થીએ ભગવાન ગણેશને ચંદન, ચોખા, દુર્વા અને સિન્દૂરથી પૂજા કરીને ગોળના લાડવાનો પ્રસાદ ધરાવો. કે પછી મોદકના લાડવાઓનો પ્રસાદ ધરાવો. ભોગ લગાવ્યા બાદ આ ગણેશ મંત્રનું ઉચ્ચારણ કરો. આ મંત્ર આ પ્રકારે છે:

‘વક્રતુંડાય નમઃ’

આ મંત્રનું ઉચ્ચારણ કરતા સમયે ધ્યાન રાખો કે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોય. આ મંત્રના જાપથી તમને ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ તમને બુદ્ધિ જ્ઞાન દ્વારા સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ મંત્રના જાપથી તમારી મનોકામના પુરી થાય છે.

Shah Jina