ખબર મનોરંજન

લોકડાઉનમાં આ કારણથી પરેશાન થઈને આ TV અભિનેતાએ જાતે લગાવી ફાંસી, કોરોનાના ભયથી દૂર ઉભા રહ્યા લોકો

બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કોરોનાની મહામારી વચ્ચે દુઃખના વાદળો પણ છવાતા જઈ રહ્યા છે. જ્યા એક તરફ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા ઇરફાન ખાન અને ઋષિ કપુરનું નિધન તો બીજી તરફ એક દિવસ પહેલા જ ટીવી જગતના અભિનેતા સચિન કુમારનું પણ હાર્ટ એટેકેને લીધે નિધન થયું છે. એવામાં એક વાર ફરીથી ટીવી જગત માટે દુઃખના સમાચાર સામે આવ્યા છે.

સબ ટીવીના ફેમસ શો ‘આદત સે મજબુર’ માં જોવા મળેલા 32 વર્ષીય અભિનેતા મનમીત ગ્રેવાલએ શુક્રવારના રોજ આત્મહત્યા કરી લીધી છે. લોડાઉનને લીધે સમગ્ર દેશમાં બંધ થયેલા કાર્યોની અસર ટીવી જગત અને બૉલીવુડ જગતમાં પણ દેખાઈ રહી છે.

કોરોનાને લીધે બૉલીવુડ અને ટીવી દુનિયાની શૂટિંગ પણ રદ્દ કરવામાં આવી સહ. જેને લીધે મનમીતની આવક પુરી રીતે બંધ થઇ ગઈ હતી અને તે લગાતાર ડિપ્રેશનનો શિકાર થઇ રહ્યા હતા.

એક તરફ આવકના તમામ રસ્તાઓ બંધ થવાથી અને બીજી તરફ લગાતાર કર્જ વધવાને લીધે ડિપ્રેશનમાં આવીને મનમીતે પોતાના જ બેડરુમમાં શુક્રવારની રાતે 10.30 વાગ્યાની આસપાસ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. મનમીત પોતાની પત્ની સાથે મુંબઈમાં એક ભાડાના ફ્લેટમાં રહેતા હતા.

બેરોજગારીને લિધે મનમીત ઘરનું ભાડું આપવા માટે પણ સક્ષમ ન હતા. મનમિતના મિત્ર અને પ્રોડ્યુસર મનજીત સિંહએ મીડિયા સાથે વાતચીતમાં કહયું કે,”મનમીત આગળના ઘણા સમયથી આર્થિક સમસ્યાથી પીડાઈ રહયા હતા”.

જો કે ઘટના દરમિયાન તેની પત્નીએ તેને બચાવવાની ખુબ કોશિશ કરી અને પાડોશીઓની મદદ પણ માંગી પણ કોરોનાના ભયને લીધે કોઈ તેના ઘરે આવ્યું ન હતું અને પત્ની મનમીતને બચાવવામાં નાકામ રહી હતી. જો કે અમુક સમય પછી ગાર્ડની મદદ દ્વારા મનમીતની ફાંસી પર લાગેલો દુપટ્ટો કાપવામાં આવ્યો અને તેને હોસ્પિટલ ભરતી કરાવવામાં આવ્યા હતા જ્યા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યા.

મળેલી જાણકારીના આધારે મનમીતએ પોતાના મિત્ર પાસેથી ઘર ચાલવા માટે પૈસા પણ ઉધાર લઇ રાખ્યા હતા. કામ બંધ થઇ જવાને લીધે આવક પણ બંધ થઈ ગઈ જેને લીધે તે ખુબ ચિંતામાં રહેતા હતા.

તેના એક મિત્રએ જણાવ્યું કે મનમીત એ વાતને લઈને પણ પરેશાન રહેતા હતા કે,”તે આગળના મહિનાનું ઘરનું ભાડું કેવી રીતે આપી શકશે?”આ સિવાય મનમિતની પત્નીએ જણાવ્યું કે ઘર ચલાવવા માટે તેણે 45,000 નું સોનુ પણ ગીરવી રાખ્યું હતું.

વર્ક ફ્રન્ટની વાત કરીયે તો મનમીત પોતાના સિંધી કિરદારને લીધે વધુ ઓળખવામાં આવે છે. સીરિયલના સિવાય મનમીત અમુક એડ ફિલોમા પણ કામ કરી ચુક્યા છે. મનમીત આઠ એપિસોડ વાળી એક વેબ સિરીઝમાં પણ કામ કરી રહયા હતા જેમાં તે ત્રણ એપિસોડમાં જોવા મળવાના હતા.

આ સિવાય તે અમુક એક્ટિંગ સ્કૂલ્સમાં એક ફેકલ્ટીના સ્વરૂપે પણ ભણાવી રહયા હતા. જણાવી દઈએ કે તેની પહેલા ટીવી જગતના અભિનેતા કુશલ પંજાબી પણ બેરોજગારીને લીધે આત્મહત્યા કરી ચુક્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.