ખૂબ જ ખૂબસુરત છે સનરાઇઝર્સ હૈદરાબાદના આ ક્રિકેટરની પત્ની, સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં મચાવી ચૂકી છે ધમાલ

હાલ IPL 2021નો બીજો ફેઝ ચાલી રહ્યો છે. આ દરમિયાન ઘણા ક્રિકેટર્સની ખૂબસુરત પત્નીઓ અને ટીમની કેટલીક માલકીનની ખૂબસુરતી ઘણી ચર્ચામાં છે. અવાર નવાર તેઓ ટીમને કે ટીમને ખેલાડીઓને ચિયર કરતા જોવા મળતા હોય છે અને આ દરમિયાન તેમની ખૂબસુરતી લાઇમલાઇટ લૂંટી લેતી હોય છે. ત્યારે આ વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમના બલ્લેબાજ મનીષ પાંડેની પત્ની પણ ખૂબ ચર્ચામાં છે.

મનીષ પાંડે તેમની બલ્લેબાજીને લઇને ઘણા મશહૂર છે. તેટલી જ તેમની પત્ની આશ્રિતા શેટ્ટી તેની ખૂબસુરતીને લઇને ચર્ચામાં છે. મનીષ પાંડેએ 2 ડિસેમ્બર 2019ના રોજ આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. મનીષ પાંડેની પત્ની આશ્રિતા શેટ્ટી સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મશહૂર છે. તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

આશ્રિતા શેટ્ટીએ વર્ષ 2010માં ક્લીન એન્ડ ક્લીયર ફ્રેશ ફેસ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે વિનર રહી હતી. જે બાદ તેણે ‘ઉદયમ એનએચ 4’ ફિલ્મમાં કામ કર્યુ. આ ફિલ્મને જાણિતા ડિરેક્ટર મણિમરણે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.  તે બાદ આશ્રિતાએ ‘ઓરુ કન્નયમ મૂનૂ કલાવાનિકલમ’ જેવી ઘણી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.

આશ્રિતા શેટ્ટી IPL 2021 દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહે છે. ક્રિકેટ ચાહકો તેની એક ઝલક ટીવી સ્ક્રીન પર મેળવવા આતુર રહેતા હોય છે. લગ્ન પહેલા મનીષ પાંડે અને આશ્રિતા શેટ્ટીએ એકબીજાને ઘણા લાંબા સમય સુધી ડેટ કર્યુ હતુ. લાંબા રિલેશનશિપ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

મનીષ પાંડેની વાત કરીએ તો, તેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1989ના રોજ નૈનીતાલમાં થયો હતો. મિત્રો તેમને ચુલબુલ પાંડેના નામથી ઓળખે છે. મનીષ પાંડેએ ધોરણ-3થી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધુ હતુ. તેમણે સ્કૂલનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય બેંગ્લોરથી કર્યો. તે 2008માં મલેશિયામાં આયોજિત અંડર-19 વિશ્વકપમાં વિજયી ભારતીય ટીમના સભ્ય હતા.

મનીષ પાંડેને ઇન્ડિયન પ્રીમિયર લીગના 2008ના સત્રમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. વર્ષ 2009માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમતા તે આઇપીએસમાં સેંચ્યુરી મારનાર પહેલા ભારતીય બની ગયા હતા. મનીષ પાંડે 2009-10માં સેમીફાઇનલમાં ઘરેલુ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતા. તે બાદ તે 2014માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમ્યા.

Shah Jina