જયારે મંદિરા બેદીએ એવું કઇંક કામ કર્યું કે આ જોઇને બધાની આંખો થઇ નમ

લોકપ્રિય વીજે-મોડલ- અભિનેત્રી મંદિરા બેદીના ફિલ્મ નિર્માતા 49 વર્ષિય પતિ રાજ કૌશલનું 30 જૂનના રોજ હ્રદય રોગના હુમલાને કારણે નિધન થઇ ગયુ હતુ. ત્યારે નિધન અને અંતિમ સંસ્કાર સમયની તસવીરો સામે આવી હતી જેમાં મંદિરા બેદી ખૂબ તૂટેેલી જોવા મળી હતી.

રાજને અંતિમ વિદાય આપતા મંદિરા બેદીની આંખોમાંથી આસુ રોકાતા ન હતી. તેની આંખો નમ હતી. પરંતુ તેણે હિંમત અને નિયમોથી આગળ વધીને અર્થી ઉઠાવી હતી અને આ દ્રશ્ય જોઇ તો બધાની આંખો નમ થઇ ગઇ હતી.

પરંપરાગત રૂપથી ભારતીય પરિવારોમાં એક મહિલાથી આ ઉમ્મીદ કરવામાં આવતી નથી કે તે શ્મશાન ઘાટ જાય. જો કે, મંદિરાએ આ બધી રૂઢિઓને તોડી તેના પતિની અર્થીને સહારો આપ્યો.

સોશિયલ મીડિયા પર મંદિરાની તસવીરો વાયરલ થઇ હતી. જે તસવીરોએ બધાને ઝકઝોર કરી રાખ્યા હતા. મંદિરાને સંભાળવા માટે અન્ય લોકોની જરૂરત પડી હતી.

મંદિરા પતિની અર્થી લઇ જતા સમયે અને અંતિમ સંસ્કાર સમયે વિધિ નિભાવતી જોવા મળી હતી. આ તસવીરોથી સમાજમાં ફેલાયેલ મહિલા અને પુરુષોને લઇને રૂઢિવાદી વિચાર તોડતી જોવા મળી હતી.

ગઈકાલે રાજ કૌશલના અંતિમ સંસ્કારની ઘણી તસવીરો સામે આવી હતી, જેમાં મંદિરાનું દુઃખ જોઈ શકાતું હતું. આ ભાવુક કરી દેનારી તસ્વીરોમાં સેલેબ્સ મંદિરાને સાંત્વના આપતા પણ જોવા મળી રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે મંદિરાના દુઃખને હળવું કરવા માટે બૉલીવુડ અભિનેત્રીઓ રવીના ટંડન અને મૌની રોય પણ આવી પહોંચી છે.

રાજ કૌશલના નિધનની ખબર સામે આવતા જ ઘણા સેલેબ્સ તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા. ઇન્ડસ્ટ્રીથી રોનિત રોય અને અપૂર્વ અગ્નિહોત્રી સહિત અનેક મંદિરાના ઘરે પહોંચ્યા હતા.

રાજના પાર્થિવ દેહને એમ્બ્યુલેંસમાં લાવવામાં આવ્યો ત્યારે મંદિરા તેમાં જ હતી અને તે ખૂબ જ રડી રહી હતી. તે પતિના નિધનથી ખૂબ જ તૂટી ગઇ છે. રોનિતે રોયે મંદિરાને સંભાળી હતી. ત્યારે પાસે ઊભેલા અપૂર્વ અગ્નિહોત્રીની આંખો પણ છલકાઇ ગઇ હતી.

રાજના પરિવારમાં તેમની પત્ની મંદિરા બેદી અને બે બાળકો વીર અને તારા છે. છેલ્લા વર્ષે જ કપલે જુલાઇમાં તારાને દત્તક લીધી હતી. મંદિરા અને રાજે વર્ષ 1999માં વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કર્યા હતા.

Shah Jina