ખબર

સોશિયલ મીડિયા પર હાઈ ફાઈ ગાડીઓ જોઈને ઈમ્પ્રેસ થયા પછી યુવતી મળવા ગઈ હોટેલમાં, પ્રેમીએ માસ્ક હટાવતા જ ખુલી ગઈ પોલ, યુવતી ધ્રુજવા લાગી હકીકત જાણીને

ફેસબુક પર મળેલી યુવતીને હોટલમાં બોલાવી, પ્રેમીએ માસ્ક હટાવતા જ ખુલી ગઈ પોલ, યુવતી ધ્રુજવા લાગી હકીકત જાણીને

દેશભરમાં મહિલાઓ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને તેમની સાથે દુષ્કર્મ કરવાની અને છેડતી કરવાની ઘણી બધી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ધર્મ અને ઉંમર છુપાવીને પૈસાદાર હોવાનો ડોળ કરતા હોય છે અને ભોળીભાળી છોકરીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે, જેમાં એક આધેડ ઉંમરના વ્યક્તિએ 20 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને હોટલના રૂમમાં લઇ ગયો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કાનપુરમાં કલેકટરગંજમાં 50 વર્ષના આધેડ શહેનશાહ આલમ નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોતે અમીર હોવાનો દેખાવ કરતા ઘણી લક્ઝુરિયસ કાર સાથેના ફોટો પોસ્ટ કર્યા હતા, અને આ દરમિયાન તેણે બિહારની એક 20 વર્ષની યુવતીને પણ પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. યુવતી પણ તેનાથી પ્રભાવિત થઇ ગઈ હતી અને તે આધેડે નોકરીની લાલચ આપતા તે પરિવારને છોડીને તેને મળવા માટે કલેકટરગંજ આવી પહોંચી.

શહેનશાહ જયારે તેના મળ્યો ત્યારે તેણે ચહેરાને માસ્કથી કવર કરી રાખ્યો હતો. જેના બાદ રાત્રે 10 વાગે શહેનશાહે હોટલમાં રૂમ ભાડે લીધો અને યુવતીને લઈને તે રૂમમાં ચાલ્યો ગયો. રૂમમાં જતાની સાથે જ તેણે લાઈટો બંધ કરી દીધી અને યુવતી સાથે છેડછાડ કરવા લાગ્યો. યુવતીને કઈ સમજમાં ના આવ્યુ અને તેણે તરત જ લાઈટ ચાલુ કરી દીધી. યુવતીએ જોયું કે તેની સામે કોઈ યુવક નહીં પરંતુ 50 વર્ષનો આધેડ છે. જે બાદ તરત જ તેણે બુમાબુમ ચાલુ કરી દીધી અને હોટલના સ્ટાફમાંથી કોઈએ બજરંગદળને ફોન કરી દીધો.

બજરંગદળના ઘણા બધા કાર્યકર્તાઓ ત્યાં આવી પહોંચ્યા અને હોબાળો મચાવી દીધો. જેના બાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી. પોલીસની પુછપરછમાં સામે આવ્યું કે આધેડનું નામ શહેનશાહ આલમ છે અને તે બિધુનનો રહેવાસી છે. યુવતીએ જણાવ્યું કે તેનો ફેસબુક દ્વારા તેની સાથે સંપર્ક થયો હતો. ફેસબુકમાં તેણે પોતાનું નામ દિનેશ શર્મા જણાવ્યું હતું અને ઉંમર પણ 25 વર્ષ જણાવી હતી. સાથે જ ફોટો પણ કોઈ બીજાનો હતો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને યુવતીને તેના પરિવારજનોના હવાલે કરી દીધી.