છોકરીને જોઈતી હતી નોકરી, યુવતીને પંજાબથી બોલાવીને ધૌલપુરમાં હોટેલમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું

છોકરીને જોઈતી હતી નોકરી, યુવતીને ધૌલપુરમાં હોટેલમાં ગઈ અને ત્યાં હવસખોરોએ દુષ્કર્મ આચર્યું, દીકરીઓના માબાપ માટે આંખ ઉઘાડનાર કિસ્સો

આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન પ્રેમ-પ્રકરણના ઘણા કિસ્સાઓ જાણવા મળે છે. ઓનલાઇન ચેટિંગમાં છોકરો-છોકરી પહેલા તો ફ્રેન્ડ બને છે અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ થાય છે. ઘણા કિસ્સાઓમાં યુવક કે યુવતી ઓનલાઇન સોશિયલ મીડિયા સાઇટ્સ દ્વારા અમુક લાલચને લીધે માયાજાળમાં ફસાઈ જાય છે, જેમાં પોતાને જ કુરબાન થવાનો વારો આવે છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ધૌલપુરમાં બની છે, જ્યાં ફેસબુક ફ્રેન્ડે યુવતી પર દુષ્કર્મ આચર્યુ અને તેને ધમકી પણ આપી.

સામે આવેલી જાણકારીમાં પીડિત મહિલા પંજાબની રહેનારી હોવાનું સામે આવ્યુ છે, ફેસબુક ફ્રેન્ડે તેને નોકરી આપવાની વાત કહીને પંજાબથી રાજસ્થાન બોલાવી હતી અને બાદમાં શહેરની એક હોટેલમાં જબરદસ્તી લઇ જઈને સબંધ બાંધ્યા હતા અને બાદમાં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને આરોપી તેને ત્યાં જ છોડીને ફરાર થઇ ગયો હતો. એવામાં પીડિત મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દર્જ કરાવ્યો છે.

પીડીતાએ પોલીસને જણાવ્યું કે ધૌલપુરના રહેનારા એક યુવક સાથે ફેસબુક પર તેની મિત્રતા થઇ હતી. ઓનલાઇન ચેટ દરમિયાન અમે એકબીજાને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. યુવતીએ કહ્યું કે તેના પિતાની મોત થઇ ચુકી છે, એવામા તેને નોકરીની સખ્ત જરૂર હતી. યુવતીને વાતોમાં ફસાવી યુવકે નોકરી આપાવવાની લાલચ આપીને તેને 10 ઓગસ્ટ 2022 ના રોજ ધૌલપુર બોલાવી હતી, જેના પછી શહેરની એક હોટેલમાં તેને લઇ જઈને બળાત્કાર કર્યો હતો.

પીડીતાએ જ્યારે તેનો વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. દુષ્કર્મ કર્યા બાદ આરોપી પીડિતાને ત્યાં જ છોડીને ફરાર થઇ ગયો હતો, જેના બાદ પીડીતાએ આરોપીના વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો. જેના બાદ પીડિતાને હોસ્પિટલમાં મોકલીને તેની મેડિકલ જાંચ પણ કરવામાં આવી છે, અને પોલીસ મામલાની જાંચ કરી રહી છે.

Krishna Patel