લોકલ પુષ્પા : અલ્લૂ અર્જુનનો આ સ્ટેપ કોપી કરી “પુષ્પા”એ લોકલ ટ્રેનમાં મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ

ગયા વર્ષે ડિસેમ્બરમાં સ્ક્રીન પર આવેલી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ને ચાહકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. ગીતોથી લઈને ડાયલોગ્સ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ‘સામી’, ‘શ્રીવલ્લી’ અને ‘ઓ અંતવા’ જેવા ગીતો લોકોને ઉગ્રતાથી આકર્ષી રહ્યા છે. આ ગીતો સોશિયલ મીડિયા પર પણ ઘણી છાપ છોડી રહ્યા છે. સેલિબ્રિટીથી લઈને ચાહકો સુધી, દરેક જણ તેમની રીલ્સ પર ગીતોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે, એક છોકરાએ અલ્લુ અર્જુનના ‘શ્રીવલ્લી’ હૂક સ્ટેપનો ઉપયોગ કર્યો છે, તે બતાવવા માટે કે લોકો મુંબઈ લોકલ ટ્રેનમાં કેવી રીતે પ્રવેશવાનો પ્રયાસ કરે છે. વીડિયો જોયા બાદ લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે.

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝનો ક્રેઝ લોકોના માથે ચઢી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી પુષ્પાના ચાહકો અલ્લુ અર્જુનની ‘પુષ્પા સ્ટાઈલ’ની નકલ કરી રહ્યા છે અને ખાસ કરીને શ્રીવલ્લી હૂક સ્ટેપની… સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરો મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. તે ‘પુષ્પા સ્ટાઈલ’ દ્વારા મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવેશ કરતો જોવા મળે છે. આ વીડિયો ક્લિપ કન્ટેન્ટ ક્રિએટર ધીરજ સાનપે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. જેને અત્યાર સુધીમાં 176 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.

રવિવારે અપલોડ કરવામાં આવેલી આ ક્લિપના કેપ્શનમાં લખ્યું છે – ‘પુષ્પા ઇન લોકલ્સ’. વીડિયોમાં, એક છોકરો મજાકમાં શ્રીવલ્લી હૂક સ્ટેપનો ઉપયોગ કરે છે તે બતાવવા માટે કે કેવી રીતે મુંબઈના લોકો કેવી રીતે મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવેશ કરે છે. વીડિયોમાં એક છોકરો સીડીથી પ્લેટફોર્મ અને લોકલ ટ્રેન સુધી અલ્લુ અર્જુનની સ્ટાઈલની નકલ કરતો જોવા મળે છે.

જો કે, સૌથી મજાની વાત એ છે કે પેસેન્જર તરીકે તેની સાથે ઉભેલો તેનો મિત્ર ચહેરાના અલગ-અલગ હાવભાવ આપે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં કેવી રીતે નકલ કરે છે. છોકરો મુસાફરોને પરેશાન કરે છે. આ વીડિયો જોયા બાદ આસપાસના લોકો પણ વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dhiraj sanap (@dhirajjjjj_)

ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ ફિલ્મ 17 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ‘પુષ્પા’એ અત્યાર સુધીમાં 300 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાના પણ છે. પુષ્પા પાર્ટ-1ની સફળતા બાદ હવે ફિલ્મના બીજા ભાગને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે.

Shah Jina