આ દિવ્યાંગ વ્યક્તિની દેશભક્તિને ખરેખર સલામ છે ! તિરંગો બનીને જાતે જ ઝંડાની જેમ લહેરાયો, વીડિયો જોઈને તમે પણ કરશો સલામ, જુઓ

આઝાદીની 75મી વર્ષગાંઠ પર એક રીતે ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે, તો બીજી તરફ આ અભિયાનને કારણે દરેક જગ્યાએ તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં આઝાદીના અમૃત પર્વની ઉજવણીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે દરેકનો ઉત્સાહ વધારે છે.

હાલમાં જ એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું માથું ગર્વથી ઊંચું થઇ  જશે અને તમારી આંખો પણ ભીની થઈ જશે. ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દિવ્યાંગ વ્યક્તિ પોતે જ તિરંગાની જેમ લહેરાતો જોવા મળે છે. આઝાદીની 75મી વર્ષગાંઠ અને અમૃત મહોત્સવ નિમિત્તે એક માણસ સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. જ્યાં એક તરફ સ્વતંત્રતા દિવસના અવસર પર લોકો પોતપોતાની રીતે તિરંગાને સન્માન આપી રહ્યા છે.

ત્યારે આ દિવ્યાંગ વ્યક્તિ દેશભક્તિનું એક અલગ જ રૂપ લોકોને બતાવી રહી છે, જેને જોઈને તમે પણ તેમની પ્રશંસા કરતા થાકશો નહીં. વીડિયોમાં દેખાતા વ્યક્તિએ તિરંગા ટી-શર્ટ પહેરી છે. અને આ વ્યક્તિ ધ્વજના થાંભલા પર ચડતો જોવા મળી રહ્યો છે, વીડિયોમાં આ વ્યક્તિ પોતે તિરંગાની જેમ લહેરાતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો દરેકના દિલને સ્પર્શી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. માત્ર 21 કલાકના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે આ વીડિયોને 5 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. જે લોકોએ વીડિયો જોયો છે તે વ્યક્તિના વખાણ કરતા થાકતા નથી. વીડિયો જોઈને યૂઝર્સ એકથી વધુ રિએક્શન આપીને પોતાના પ્રેમને વહાલ કરી રહ્યા છે. જોકે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ.

Niraj Patel