બસ સ્ટેન્ડની અંદર નીચે બેસીને પોતાની પત્નીને એવી રીતે સાચવી રહ્યો હતો આ વ્યક્તિ કે વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, જુઓ

સાથ નિભાવવા વાળા દરેક પરિસ્થિતિમાં સાથ નિભાવી શકે છે, આ વીડિયો ઘણું બધું કહી જાય છે, સાચા પ્રેમનું જોવા મળ્યું ઉમદા ઉદાહરણ, જુઓ

એવું કહેવાય છે કે સાચા પ્રેમના કોઈ પુરાવા નથી હોતા, ઘણા લોકો એવા હોય છે જે પોતાનો પ્રેમ દરેક પરિસ્થિતિમાં નિભાવે છે અને પોતાના પાર્ટનરને હંમેશા સાચવતા હોય છે. ઇન્ટરનેટ પર તમે ઘણા બનાવટી વીડિયોમાં સાચો પ્રેમ બતાવતા જોયા હશે, પરંતુ રિયલ લાઈફ સાવ અલગ છે અહીંયા જયારે સાથ આપવાનો સમય આવે ત્યારે જ લોકો દૂર ભાગતા હોય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલો એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો એક બસ સ્ટેન્ડનો છે જેમાં બસ સ્ટેન્ડની અંદર નીચે એક વ્યક્તિ બેઠો છે અને અને તેની પત્ની તેના ખોળામાં માથું મૂકીને શાંતિથી સુઈ રહી છે. પરંતુ આ દરમિયાન તે વ્યક્તિ તેની પત્નીને એ રીતે માથા પર હાથ ફેરવી રહ્યો છે કે આ દૃશ્ય જોઈને કોઈપણ ભાવુક થઇ જાય.

આ સમગ્ર ઘટનાને સામે કોઈ બસમાં બેઠેલા પેસેન્જરે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને પછી તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તે વ્યક્તિનું પોતાની પત્ની પ્રત્યેનું સમર્પણ, પ્રેમ અને કાળજી જોવા મળી રહ્યા છે, જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

માત્ર 31 સેકેંડની આ કલીપ ઘણું બધું કહી જાય છે. આજના સમયમાં જ્યાં પૈસો હોય ત્યાં જ પ્રેમ જોવા મળે છે ત્યારે આ વીડિયો એક સાચા પ્રેમનું મોટું ઉદાહરણ બની રહ્યો છે અને એટલે જ હજારો લોકોની આંખ આ વીડિયોને જોઈને ભીંજાઈ છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે અને આવા પ્રેમને જ સાચો પ્રેમ પણ જણાવી રહ્યા છે.ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel