માનવતાને શર્મસાર કરતી નર્સ: દર્દીને સામાન્ય ઇન્જેક્શન લગાવીને રેમડેસિવિર ચોરી લેતી હતી પછી પ્રેમી સાથે મળીને કરતા હતા આ ગંદુ કામ

દેશભરમાં કોરોના વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, રોજના હજારો લોકો તેનાથી સંક્રમિત થઇ રહ્યા છે, ત્યારે આ દરમિયાન માનવતાને શર્મસાર કરતા પણ ઘણા કિસ્સાઓ જોવા મળે છે. ઘણી હોસ્પિટલો અને લોકો દ્વારા આ મહામારીનો ફાયદો પણ ઉઠાવવામાં આવે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

કોરોના સંક્ર્મણ વાળા દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન ખુબ જ જરૂરી છે એ સામે આવ્યા બાદ લોકો તેની કાળાબજારી પણ કરવા લાગી ગયા હતા ત્યારે એવો જ એક કિસ્સો મધ્ય પ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક નર્સ દર્દીને સામાન્ય ઇન્જેક્શન લગાવી અને રેમડેસિવિર ચોરી લેતી હતી.

ભોપાલ પોલીસ દ્વારા એક એવા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી જે એક નર્સીંગ સ્ટાફ છે અને તે રેમડેસિવિર ઇન્જેક્શન બહાર લાવી અને બ્લેકમાં વેચતો હતો. હેરાનીની વાત તો એ છે કે આ રેમડેસિવિર ઇન્જેક્શન તેને તેની પ્રેમિકા જ હોસ્પિટલમાંથી ચોરી કરી અને આપતી હતી.

પોલીસને સૂચના મળી હતી કે ભોપાલની એક પ્રાઇવેટ હોસ્પિટલની બહાર એક વ્યક્તિ રેમડેસિવિર ઇન્જેક્શન વેચી રહ્યો છે. પોલીસે જાળ બિછાવીને એ વ્યક્તિને પકડી લીધો તેના ખિસ્સામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની એક વાયલ મળ્યું. જયારે તેના સંબંધિત કાગળો માંગવામાં આવ્યા ત્યારે તેને તેની પાસે કોઈ બિલ કે અન્ય કાગળ હોવાની ના કહી દીધી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી અને પુછપરછ કરી.

પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે તેનું નામ ઝલકન સિંહ મીણા છે અને તે આજ હોસ્પિટલની અંદર નર્સીંગ સ્ટાફ તરીકે કામ કરે છે. આરોપીએ એમ પણ જણાવ્યું કે હોસ્પિટલમાં તેની સાથે કામ કરવા વાળી તેની પ્રેમિકા શાલિની વર્મા કોરોના દર્દીને લાગવા વાળા રેમડેસિવિર ઇન્જેક્શનને ચોરી કરી તેને આપી દેતી હતી અને કોરોના દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જગ્યાએ સામાન્ય ઇન્જેક્શન લગાવી દેતી હતી.

પુછપરછમાં આરોપીએ એમ પણ જણાવ્યું કે તેને અને તેની પ્રેમિકાએ મળીને પહેલા પણ રેમડેસિવિર ઇન્જેક્શન 20 હજારથી લઈને 30 હજાર સુધીમાં વેચ્યા છે. આરોપીએ જણાવ્યું કે 16 એપ્રિલના રોજ જ એક રેમડેસિવિર ઇન્જેક્શન ચોરીને હોસ્પિટલના જ એક ડોક્ટરને લગભગ 13 હજાર રૂપિયામાં વેચ્યું હતું. હાલમાં પોલીસે સંબંધિત કલમો લગાવીને મામલો દાખલ કરી લીધો છે. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે, પરંતુ તેની પ્રેમિકાની શોધ હજુ ચાલુ છે.

Niraj Patel