આ ભાઈ વેચી રહ્યા છે વાળના બદલે બુદ્ધિના બાલ, જેટલી કમાણી કરે છે એ જાણીને તો તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે, જુઓ વીડિયો

આજના સમયમાં લોકો કમાણી કરવા માટે અલગ અલગ રસ્તા અપનાવતા હોય છે, ઘણા લોકોના કોરોનામાં નોકરી ધંધા છૂટી ગયા તો તેમણે કોઈ નવો વ્યવસાય શરૂ કર્યો તો ઘણા ફૂડ બ્લોગર પણ તમને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને એવી એવી કહાનીઓ જણાવતા હોય છે કે તે જાણીને આપણે પણ દંગ રહી જઈએ.

હાલ એવા જ એક ફૂડ બ્લોગરનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં જુના સમયની એક પ્રથા જોવા મળી રહી છે. આપણે બધા જ જાણીએ છીએ કે પહેલાના સમયમાં વસ્તુના બદલામાં વસ્તુ આપવામાં આવતી હતી, તેને સાટા પ્રથા પણ કહેવામાં આવતી. ત્યારે આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળ્યું, જેમાં માણસના વાળના બદલે એક ફેરિયો બુદ્ધિના બાલ વેચી રહ્યો છે.

આપણે પણ નાના હતા ત્યારે કોટન કેન્ડી એટલે કે બુદ્ધિના બાલ ખુબ જ ખાતા હતા. ત્યારે આ વીડિયોમાં ફૂડ બ્લોગર પ્રતાપ સિંહ નામના એક વ્યક્તિને બુદ્ધિના બાલ વેચતો બતાવી રહ્યો છે. આ કોટન કેન્ડી વેચનારનો અંદાજ પણ ખુબ જ અનોખો છે. કારણ કે આ વ્યક્તિ કોટન કેન્ડીના બદલામાં માણસના વાળ લે છે.

આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે પ્રતાપે સાઈકલ પર પોતાની નાની દુકાન બનાવી છે. તેની સામે બાળકોની લાંબી લાઈન લાગેલી છે. તેના હાથમાં માણસના વાળ છે, જેના માટે પ્રતાપ તેને ‘બુદ્ધિના બાલ’ ખાવા માટે આપે છે! તે પણ જોઈ શકાય છે કે લોકોને આપવામાં આવતી કેન્ડીની માત્રા તેમને આપવામાં આવેલા વાળ પર આધારિત છે. મતલબ, તમે જેટલા વધુ વાળ આપશો, બદલામાં તમને વધુ કેન્ડી મળશે.

પ્રતાપે જણાવ્યું કે તે આ વાળને 3,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચે છે, જેનો ઉપયોગ વિગ બનાવવા માટે થાય છે. આ ક્લિપ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે.જેને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, તો કોટન કેન્ડી વેચનારા આ વ્યક્તિના દિમાગની પણ લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel