અકસ્માતમાં તૂટેલી ફૂટેલી કારને આ ભાઈએ ઈંટ અને સિમેન્ટથી એવી બનાવી દીધી કે જુગાડ જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

આ કારીગરીનો જુગાડ જોઈને પાગલ થયા લોકો, તૂટેલી કારને ઈંટ અને સિમેન્ટથી ચણી નાખી… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં દેશ અને દુનિયાના એવા એવા જુગાડ જોવા મળે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ત્યારે આવા વીડિયો ઘણીવાર લોકો માટે પણ ઉપયોગી બની જતા હોય છે. કેટલીકવાર કેટલાક વીડિયો દિમાગનું દહીં કરી દે છે. હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ઈંટ અને સિમેન્ટની મદદથી કારનું ચણતર કરતો જોવા મળી રહ્યો છે.

અવારનવાર આવા જુગાડુ અને કલાત્મક વિડીયો ઈન્ટરનેટ પર જોવા મળે છે, જેને જોઈને ભલભલા ઈજનેર પણ દંગ રહી જાય છે. આ ચોંકાવનારા વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે કેવી રીતે તૂટેલી કારને રિપેરિંગ માટે મિકેનિક પાસે લાવવામાં આવે છે. આ દરમિયાન, વ્યક્તિ ચણતરની જેમ ઇંટો અને સિમેન્ટ લઈને કારને રિપેર કરવાનું શરૂ કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કારનો પાછળનો ભાગ પ્લાસ્ટર કરવામાં આવી રહ્યો છે. વીડિયો જોયા પછી તમને લાગશે કે તે શું કરી રહ્યો છે, પરંતુ બીજી જ ક્ષણે તમે પણ કારીગરીના ચાહક બની જશો. આગળ વિડિયોમાં, વ્યક્તિ કાર પર સમાન રંગનો રંગ કરે છે. વીડિયોમાં આગળ જે દ્રશ્ય જોવા મળે છે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. મિકેનિકનું કામ જોઈને કોઈ એમ નહીં કહી શકે કે તેનું સમારકામ ઈંટોથી કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by The Indian Sarcasm (@officialtis)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર officialtis નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ ફની વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આવા વિચારો ક્યાંથી આવે છે?’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ વ્યક્તિનો જુગાડ દિલ્હીનો લાગે છે.’

Niraj Patel