સ્કૂટર ખરીદવા માટે આ ભાઈએ ભેગા કર્યા 10-10 રૂપિયાના સિક્કા, 50,000 થતા જ લેવા પહોંચ્યો શો રૂમ, જુઓ પછી થયું એવું કે.. વાયરલ થયો વીડિયો

શો-રૂમમાંથી સ્કૂટર ખરીદવા આ વ્યક્તિ 50,000 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો, અધધધ સિક્કા જોઈને સ્ટાફ પણ રહી ગયા હેરાન, અને પછી જુઓ વીડિયોમાં..

પોતાનું વાહન ખરીદવું એ દરેક લોકોનું સપનું હોય છે. વળી આજના સમયમાં વાહન એ જીવન જરૂરિયાતનો એક ભાગ બની ગયું છે, મોટાભાગના લોકો પાસે આજે બાઈક અને સ્કૂટર હોય છે. જેનાથી તેમના કામ પણ સરળ બનતા હોય છે, ત્યારે દિવાળીના તહેવાર ઉપર પણ ઘણા બધા લોકોએ પોતાના માટે નવા વાહન ખરીદ્યા હતા અને સોશિયલ મીડિયામાં તેની તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કર્યા હતા.

પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે લોકોને હેરાન કરી દીધા છે. ઉત્તરાખંડના રુદ્રપુર જિલ્લાના એક વ્યક્તિએ TVS Jupiter Scooty ખરીદવા માટે 10-10 રૂપિયા વાળા 50,000 રૂપિયાના સિક્કા ભેગા કર્યા. આ સમાચાર ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. રૂદ્રપુરના એક યુવકે તેના સ્થાનિક ટીવીએસ ડીલર પાસેથી સ્કૂટી ખરીદવા માટે રૂ. 50,000ના સિક્કા એકઠા કર્યા હતા.

આ ઘટનાનો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે અને એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિએ આટલા બધા સિક્કા કેવી રીતે ભેગા કર્યા હશે. વીડિયોમાં એક માણસ ખુરશી પર બેસીને સેલ્સમેનના પૈસાની ગણતરી પૂરી કરે તેની રાહ જોતો જોઈ શકાય છે, જે તમામ સિક્કા છે. સેલ્સમેન નાની બેન્ચ પર ધ્યાનપૂર્વક સિક્કા ગણતા જોઈ શકાય છે. ઉત્તરાખંડના રૂદ્રપુરમાં એક વ્યક્તિએ ટીવીએસ જ્યુપિટરનું નવું સ્કૂટર ખરીદવા માટે રૂ. 10ના સિક્કા તરીકે રૂ. 50,000 ચૂકવ્યા છે.

સ્કૂટર ખરીદનાર વ્યક્તિનું નામ અને ઓળખ હજુ સુધી જાણીતી નથી, તેણે TVS Jupiter સ્કૂટર ખરીદવાનું નક્કી કર્યું. આ સ્કૂટર કંપનીની ઇકોથ્રસ્ટ ફ્યુઅલ ઇન્જેક્શન ટેક્નોલોજી સાથેનું 110 સીસી સિંગલ-સિલિન્ડર મોડલ છે. તે 7.4 હોર્સપાવર અને 8.4 Nm ટોર્ક જનરેટ કરે છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે તેણે સ્કૂટર માટે 50,000 રૂપિયા ચૂકવ્યા છે. જો કે, રૂદ્રપુરમાં જ્યુપિટરની ઓન-રોડ કિંમત 85,210 રૂપિયા છે.બાકીની રકમની ચુકવણી આ વ્યક્તિએ કેવી રીતે કરી તેની પણ પુષ્ટિ નથી થઇ. પરંતુ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel