એર ઇન્ડિયાની ચાલુ ફલાઇટમાં આ યુવક થયો ઉભો અને પછી એક યુવતી આગળ ઘૂંટણિયે બેસીને કરી દીધું પ્રપોઝ… વીડિયો થયો વાયરલ

મોઢા પર માસ્ક પહેરી, હાથમાં બેનર લઈને ચાલુ પ્લેનમાં પેસેન્જર સામે ગયો યુવક, પછી એક યુવતી સામે ઉભા રહીને કર્યું એવું કામ કે લોકો પણ જોતા જ રહી ગયા… જુઓ વીડિયો

સરપ્રાઈઝ દરેક વ્યક્તિને પસંદ હોય છે અને દરેક વ્યક્તિ એમ વિચારે છે કે તેમનું સ્વજન કે પ્રિયજન તેમને પણ કોઈ સરપ્રાઈઝ આપે. ખાસ સરપ્રાઈઝ જે લોકો પ્રેમમાં હોય અને જે લોકોના લગ્ન થવાના હોય એ લોકો આપતા હોય છે. આવી રીતે સરપ્રાઈઝ આપતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

મુંબઈ જતી ફ્લાઈટમાં એક વ્યક્તિએ ક્રૂ મેમ્બરની મદદથી તેની મંગેતર માટે સરપ્રાઈઝ પ્લાન કર્યો હતો. તેનો મિત્ર કેબિન ક્રૂ મેમ્બરમાંથી એકને ઓળખતો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે એર ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના 2 જાન્યુઆરીએ બની હતી, જ્યારે મહિલા લંડનથી મુંબઈ થઈને હૈદરાબાદ જઈ રહી હતી. તેનો મંગેતર તેને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.

આ કારણે તેણે રોમેન્ટિક લગ્નના પ્રસ્તાવ માટે મુંબઈ-હૈદરાબાદ-મુંબઈથી ફ્લાઈટ બુક કરી. તે વ્યક્તિએ સરપ્રાઈઝ આપવાનું પૂર્વ આયોજન કર્યું હતું. તે જ ફ્લાઈટમાં તે તેના મંગેતર સાથે સવાર થઈ એક મોટું ગુલાબી પોસ્ટર લઈને પ્લેનની લોબીમાં આવ્યો અને પછી તેણે પ્રપોઝ કર્યું. પોસ્ટર બતાવ્યા પછી, તેણે તેની મંગેતરને પૂછ્યું, “હું તારી સાથે દૂર સુધી ચાલીશ. શું તું મારી સાથે ચાલવા માંગે છે?” વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે યુવતી પોતાની સીટ પરથી ઉભી થઈ ત્યારે તેના ચહેરા પર મોટું સ્મિત હતું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

તે વ્યક્તિ તરત જ સીટના કોરિડોરમાં ઘૂંટણિયે પડી ગયો અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. એક LinkedIn યુઝરે કેપ્શન સાથે રોમેન્ટિક પ્રસ્તાવનો આ વિડિયો પોસ્ટ કર્યો, “સ્વર્ગમાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પ્રેમ હવામાં છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વ્યક્તિએ હવામાં વચ્ચે ઘૂંટણિયે પડીને તેની મંગેતરને પ્રપોઝ કર્યું, જે રોમેન્ટિક હતું.” ફ્લાઇટમાં મુસાફરો આ કપલ માટે તાળીઓ પાડતા જોઈ શકાય છે.”

Niraj Patel