ખબર

દીકરાઓ હોવા છતાં પણ આ વ્યક્તિએ પોતાની 2 એકર જમીન કુતરાના નામે કરી દીધી, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

કૂતરાને માણસનો એક સાચો મિત્ર ગણવામાં આવે છે, તે હંમેશા તેના માલિક પ્રત્યે વફાદાર રહેવાના કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા છે, વળી થોડા વર્ષો પહેલા આવેલી એક ફિલ્મ “એન્ટરટેટમેન્ટ”માં કુતરાનો માલિક કુતરાના નામે તેની બધી જ મિલ્કત કરી દે છે, પરંતુ આવું હકીકતમાં બને તેની કલ્પના પણ આપણે ના કરી હોય. પરંતુ આવી બન્યું છે.

મધ્યપ્રદેશના છીંદવાડાના બાડીબાડા ગામમાં રહેવા વાળા એક ખેડૂત ઓમ નારાયણે પોતાની મિલ્કતનો અડધો ભાગ પોતાના કુતરા જેકી અને અડધો ભાગ પોતાની પત્ની ચંપાના નામે કરી દીધો છે. હવે એ ચર્ચાનો વિષય બન્યું છે કે ઓમ નારાયણે પોતાના દીકરા હોવા છતાં પણ આવું શા કારણે કર્યું ? (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

ઓમ નારાયણને તેમના દીકરાઓ સાથે રોજ વિવાદ થતો હતો જેના કારણે તેમને પોતાના દીકરાઓને તેમની મિલ્કતનો ભાગ ના બનાવ્યા. પોતાના દીકરાઓ સાથે ના વ્યવહારથી કંટાળીને તેમને પોતાની અડધી જમીન પત્નીના નામે અને અડધી જમીન પોતાના કુતરાના નામે કરવાનો નિર્ણય કરી લીધો.

Image Source

ઓમ નારાયણે કાયદાકીય કાગળિયા દ્વારા આ જમીનને પોતાની પત્ની અને કુતરાના નામે કરી દીધી છે. તેમને જણાવ્યું છે કે “મારી સેવા મારી પત્ની અને મારુ કૂતરું કરે છે એટલા માટે તે મને સૌથી વધારે પ્રિય છે.”

Image Source

તેમને આ વસિયતમાં આગળ લખ્યું છે કે, “મારા મૃત્યુ બાદ મારી બધી જ સંપત્તિ અને જમીન-મિલ્કતના હકદાર મારી પત્ની ચંપા વર્મા અને પાલતુ કૂતરો હશે. કૂતરાની સેવા કરવા વાળાને આ મિલ્કતનો બીજો વારસદાર માનવામાં આવશે.