“બાહુબલી”ના ‘ભલ્લાલદેવ’ની જેમ ખુંટીયાના શીંગડા પકડીને ઊંચો કરવા જતો હતો આ ભાઈ, પછી સાંઢે તેની નાની યાદ કરાવી દીધી, જુઓ વીડિયો

વીડિયો બનાવવાના ચક્કરમાં ખુંટીયાના શીંગડા દબાવીને બાહુબલી જેવો સીન કરવા જતો હતો આ છોકરો, પછી સાંઢે બતાવ્યો તેનો રિયલ પાવર, જુઓ વીડિયો

ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ પ્રકારની હરકતો કરતા હોય છે. ઘણા લોકો એવા એવા સ્ટન્ટ કરતા હોય છે જે જોઇને જ હૃદય હચમચી જાય. તો ઘણા લોકો પોતાની બહાદુરી બતાવવા કેટલાક પ્રાણીઓ સાથે પણ બાથ ભીડતા હોય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભાઈ સાંઢ સાથે બાથ ભીડતો જોવા મળે છે.

તમે થોડા સમય પહેલા આવેલી “બાહુબલી” ફિલ્મ તો જોઈ જ હશે. જેમાં ફિલ્મના એક સીનમાં ભલ્લાલદેવ સાંઢ સાથે બાથ ભીડે છે અને સાંઢને હરાવે છે, ત્યારે વીડિયોમાં એક ભાઈ પણ એવું જ કરવા માટે જાય છે પરંતુ તેનો દાવ ઊંધો પડી જાય છે, કારણ કે તેનામાં ભલ્લાલદેવ જેવી તાકાત પણ નહોતી અને આ એક ફિલ્મનો સીન નહિ પરંતુ રિયલ લાઈફ હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ રીલ બનાવવાની પ્રક્રિયામાં ખૂંટિયા સાથે લડવા લાગે છે. આખલો 1-2 સેકન્ડ સુધી જોતો રહે છે, પરંતુ બાદમાં તે પોતાની તાકાત બતાવીને વ્યક્તિને જમીન પર પછાડે છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ વ્યક્તિ પર હસવા લાગ્યા છે.

ઘણા લોકો કોમેન્ટ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું “આ છોકરાએ પોતાની શક્તિનો વધુ પડતો અંદાજ લગાવ્યો હતો. હવે સમજાયું કે ખૂંટિયા સાથે ક્યારેય લડવું ન જોઈએ. અન્ય યુઝરે લખ્યું છે “આ બાલિશતા છોડો, જો તમે આવું કરશો તો તમારો જીવ પણ જશે.”

Niraj Patel